Pramāṇa · Search · About · API

Uttarajjhayana 174

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 174

Language
Gujarati

174

વિવેચન–૪૯/૩
ક્ષુધા, તૃષા આદિ બાવીશ પરીષહો સૂત્રમાં બતાવ્યા. તેના શબ્દોની વ્યાખ્યા વૃત્તિકાર કહે છે –
(૧) દિગિંછા - ભૂખ, તે અત્યંત વ્યાકુળત્વનો હેતુ છે. તો પણ સંયમ ભીરુતાથી આહાર પરિપાકાદિ વાંછાને નિવારીને સર્વ પ્રકારે સહન કરવું તે દિગિંછા પરીષહ. (૨) પીવાની ઈચ્છા તે પીપાસા, (૩) શીત - ઠંડીનો સ્પર્શ, (૪) ઉષ્ણ - ઉનાળા આદિના તાપરૂપ, (૫) દંશ - ડસે કે ડંખ મારે તે અને મશક - મારવાને શક્તિમાન, દંશમશક, ઉપલક્ષણથી ‘જૂ’ વગેરે. (૬) અચેલ - જિનકલ્પિકાદિને વસ્ત્રનો અભાવ, બીજાને અલ્પમૂલ્ય વસ્ત્ર પણ અચેલ જ છે. (૭) રતિ - રમણ, સંયમ વિષયક ધૃતિ, તેનાથી વિપરીત તે અરતિ. એ બધાં પરીષહો જાણવા.
(૮) સ્ત્રી - તેનામાં થતાં રોગને કારણે ગતિ વિભ્રમ, ઈંગિત આકાર વિલોકનમાં પણ - ત્વચા, લોહી, માંસ, મેદ, સ્નાયુ, અસ્થિ, શિરા, વ્રણ વડે દુર્ગંધી છે. સ્તન, નયન, જઘન, વદન, ઉરુમાં મૂર્ચ્છિત થઈને સુરૂપ માને છે. - X - આ બધાં પરીષહ્યમાણત્વથી પરીષહ હોવાથી સ્ત્રી પરીષહ કહ્યો.
(૯) ચર્યા - ગ્રામાનુગ્રામ વિહરણ રૂપ. (૧૦) નિષેધ કરવાથી નિષેધ-પાપકર્મનો અને ગમનાદિ ક્રિયાનો, તે જેનું પ્રયોજન છે તે નૈષેધિકી અર્થાત્‌ સ્મશાન આદિ સ્વાધ્યાયાદિની ભૂમિ તે નિષદ્યા. (૧૧) જેમાં રહેવાય આદિ તે શય્યા એટલે ઉપાશ્રય. (૧૨) આક્રોશ કરવો તે આક્રોશ - અસત્યભાષા રૂપ. (૧૩) હનન તે વધ - તાડના. (૧૪) માંગવું તે યાચના - પ્રાર્થના. (૧૫) પ્રાપ્ત ન થવું તે અલાભ. (૧૬) રોગ-કુષ્ઠ આદિ રૂપ. (૧૭) તરે છે તે તૃણ, તેનો સ્પર્શ તે તૃણસ્પર્શ. (૧૮) જલ્લ - મેલ. આ બધાંને પરીષહ કહ્યા છે.
(૧૯) સત્કાર - વસ્ત્રાદિ વડે પૂજન, પુરસ્કાર - અભ્યુત્થાન, આસનદાન આદિથી. અથવા બધાં જ અભ્યુત્થાન, અભિવાદન, દાનાદિરૂપ પ્રતિપત્તિ તે સત્કાર, તેના વડે પુરસ્કરણ તે સત્કાર પુરસ્કાર. તે બંને અથવા તે જ પરીષહ છે. (૨૦) પ્રજ્ઞા, (૨૧) અજ્ઞાન. તેમાં જેના દ્વારા વસ્તુ તત્ત્વ વિચારાય છે, તે પ્રજ્ઞા અર્થાત્‌ સ્વયં વિમર્શપૂર્વક વસ્તુ પરિચ્છેદ. જેના વડે વસ્તુતત્ત્વ જણાય છે, તે જ્ઞાન - સામાન્યથી મતિ આદિ, તેનો અભાવ તે અજ્ઞાન. (૨૨) દર્શન - સમ્યક્‌ત્વ, તે જ ક્રિયાદિ વાદીના વિચિત્ર મત સાંભળવા છતાં પણ સમ્યક્‌ રીતે સહેવો - નિશ્ચલ ચિત્તતાથી ધારણ કરવો તે દર્શન પરીષહ. આ રીતે નામથી પરીષહો જણાવીને, તેને જ સ્વરૂપથી જણાવવા કહે છે –

Linked texts (1)