Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1741

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1741

Language
Gujarati

1741

વિવેચન–૧૪૭૯ થી ૧૫૧૦
વર્ણથી, ગંધથી, રસથી, સ્પર્શથી, સંસ્થાનથી અર્થાત્‌ વર્ણાદિને આશ્રીને જાણવા. સ્વરૂપને આશ્રીને વર્ણાદિના અન્યથા - અન્યથા થવા રૂપ પરમાણુના અને સ્કંધોના પાંચ પ્રકારો, વર્ણાદિથી કહેલ છે.
પ્રત્યેકના આના જ ઉત્તરભેદો છે - વર્ણ પરિણામભાગી થાય તેને જ કહે છે – કૃષ્ણ - કાજળ આદિવત્‌ છે, નીલ - નીલ્યાદિવત્‌ છે, લોહિત - હિંગલોક આદિવત્‌ છે, હારિદ્ર - હળદર આદિવત્‌ છે અને શુક્લ શંખ આદિવત્‌ છે. ‘તથા’ શબ્દ સમુચ્ચયાર્થે છે.
ગંધથી - તેમાં, સુરભિગંધ જેમાં છે, તે તથાવિધ પરિણામ જેમના છે, તે આ સુરભિગંધ પરિણામ - શ્રીખંડાદિવત્‌ છે. દુરભિગંધ જેમાં છે તે દુરભિગંધ વાળા - લષણ આદિવત્‌ જાણવા.
રસથી - તિક્ત તે કોસાતકીવત્‌ છે, કટુક તે સૂંઠ આદિવત્‌ છે, કષાય તે અપક્વ કપિત્થાદિવત્‌ છે, અમ્લ તે અમ્લવેતસાદિવત્‌ છે અને મધુર તે શર્કરાદિવત્‌ છે.
સ્પર્શથી - કર્કશ તે પાષાણાદિવત્‌ છે. મૃદુ તે હંસરૂતાદિવત્‌ છે, ગુરુ તે હીરક આદિવત્‌ છે, લઘુ તે અર્કતૂલાદિવત્‌ છે, શીત તે મૃણાલા-દિવત્‌ છે, ઉષ્ણ તે વહ્નિ આદિવત્‌ છે. સ્નિગ્ધ તે ઘી આદિવત્‌ છે અને રૂક્ષ તે ભૂતિ આદિવત્‌ છે. ૦ હવે ઉપસંહાર કહે છે –
આ પ્રમાણે સ્પર્શ પરિણત આ સ્કંધ આદિ અને પૂરણ - ગલન ધર્મથી પુદ્ગલો તીર્થંકર આદિ વડે સમ્યક્‌ પ્રતિપાદિત થયેલા છે. જેના વડે સ્કંધ આદિ સમ્યક્‌ સ્થિતિ રહે છે તે સંસ્થાન, તે રૂપ પરિણત.
હવે આ વર્ણાદિ પાંચેનો પરસ્પર સંવેધ કહે છે – વર્ણથી જે સ્કંધાદિ કૃષ્ણ હોય, તે વળી બંને ગંધથી, રસથી, સ્પર્શથી, સંસ્થાનથી ભાજ્ય છે. આ અન્યતર રસાદિને યોગ્ય થાય છે. તે ભંગો આ પ્રમાણે છે –
(૧) અહીં બે ગંધ, પાંચ રસો, આઠ સ્પર્શો, પાંચ સંસ્થાન આ બધાં મળીને ૨૦ ભેદ થાય, તે કૃષ્ણવર્ણમાં આટલા ભંગો પ્રાપ્ત છે. એ જ પ્રમાણે (૨) નીલવર્ણમાં ૨૦ ભેદો, (૩) લોહિતમાં પણ ૨૦ ભેદો, (૪) પીતવર્ણમાં ૨૦ ભેદો, (૫) શ્વેતવર્ણમાં ૨૦ ભેદો એમ ૧૦૦ ભેદ થાય.
ગંધથી - જે સ્કંધાદિ થાય તેમાં સુરભિ ભાજ્ય હોય, તે વર્ણથી કૃષ્ણાદિમાંનો કોઈપણ વર્ણવાળો થાય. એ પ્રમાણે રસથી અને સ્પર્શથી પણ ભાજ્ય છે, સંસ્થાનથી પણ ભાજ્ય છે. આ રસ આદિ ૧૮ છે, તે પાંચ વર્ણોથી મળીને ૨૩ ભેદ થાય, એમ દુર્ગન્ધ વિષયક પણ ૨૩ ભેદો જ થાય. તેથી બંને ગંધથી - ૪૬ - ભંગો પ્રાપ્ત થાય.
રસથી - તિક્ત આદિ. જે સ્કંધો ભાજ્ય છે તે વર્ણ - ગંધ - સ્પર્શ અને સંસ્થાનથી ગણતા કુલ ૨૦ ભેદો થાય. એ પ્રમાણે કટુના - ૨૦, કષાયના - ૨૦, આમ્લના - ૨૦, મધુરના - ૨૦ એ બધાં મળીને રસપંચકના ૧૦૦૦ ભેદ.
સ્પર્શથી - કર્કશ. જેનાથી સંઘાદિ ભાજ્ય છે. તે વર્ણ - ગંધ - રસ - સંસ્થાનથી પણ ભાજ્ય છે. તે વર્ણાદિ કુલ-૧૭ થશે. તેના અગ્ર યોગથી ૧૭ ભંગો પ્રાપ્ત થશે. આવા ૧૭-૧૭ ભંગો મૃદુ આદિ બીજા સાતે સ્પર્શથી ૧૩૬ જાણવા.
સંસ્થાન - પરિમંડલથી જે વર્તે છે, તે સામાન્ય પ્રક્રમથી સ્કંધ છે, કેમકે પરમાણુના સંસ્થાનનો સંભવ નથી. તેને વર્ણ - ગંધ - રસ - સ્પર્શથી ભાજ્ય કરતાં આ વર્ણાદિને આશ્રીને ૨૦ - ભંગો પ્રાપ્ત થાય છે. એમ બાકીના વૃત્ત આદિ ચારે સંસ્થાનથી ૨૦-૨૦ ભેદો પ્રાપ્ત થતાં સંસ્થાનના ૧૦૦ ભંગો થશે. એમ કુલ ૪૮૨ ભંગો થશે. આ પ્રમાણે પરિસ્થૂલન્યાયથી કહેલ છે, અન્યથા આ પ્રત્યેકના તારતમ્યથી અનંતત્વથી અનંતા ભંગો સંભવે. આ જે પરિણામનું વૈચિત્ર્ય છે, તે કેવળ આગમપ્રમાણથી જ જાણવું. હવે ઉપસંહાર દ્વારથી ઉત્તરગ્રંથ સંબંધ કહે છે

Linked texts (2)