Uttarajjhayana 1740
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1740
- Language
- Gujarati
1740
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૪૭૯ થી ૧૫૧૦ [૩૬/૧૪૭૯ થી ૧૫૧૦]
[૧૪૭૯] વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી સ્કંધ આદિનું પરિણમન પાંચ પ્રકારનું છે.
[૧૪૮૦] જે સ્કંધ આદિ પુદ્ગલ વર્ણથી પરિણત છે, તે પાંચ પ્રકારે છે - કૃષ્ણ, નીલ, રક્ત, પીત, શુક્લ.
[૧૪૮૧] જે પુદ્ગલ ગુંધથી પરિણત છે. તે બે પ્રકારના છે - સુરભિગંધ અને દુરભિગંધ.
[૧૪૮૨] જે પુદ્ગલ રસથી પરિણત છે તે પાંચ પ્રકારે છે - તીખા, કડવા, કષાય, અમ્લ, મધુર.
[૧૪૮૩] જે પુદ્ગલ સ્પર્શથી પરિણત છે, તે આઠ પ્રકારથી છે - કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ - તથા -
[૧૪૮૪] શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ. આ પ્રકારે આ સ્પર્શથી પરિણત પુદ્ગલ કહેવાયેલ છે.
[૧૪૮૫] જે પુદ્ગલ સંસ્થાનથી પરિણત છે, તે૫ પ્રકારે છે - પરિમંડલ, વૃત્ત, ત્રિકોણ, ચતુષ્કોણ, દીર્ઘ.
[૧૪૮૬ થી ૧૪૯૦] (૧) જે પુદ્ગલ વર્ણથી કૃષ્ણ છે... (૨) જે પુદ્ગલ વર્ણથી નીલ છે... (૩) જે પુદ્ગલ વર્ણથી લાલ છે... (૪) જે પુદ્ગલ વર્ણથી પીળા છે... (૫) જે પુદ્ગલ વર્ણથી શ્વેત છે, તે-તે પુદ્ગલ ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાનથી ભાજ્ય છે.
[૧૪૯૧, ૧૪૯૨] જે પુદ્ગલ ગંધથી સુગંધિત છે અથવા ગંધથી દુર્ગન્ધિત છે. તે-તે પુદ્ગલ વર્ણ, રસ, સ્પર્શ, સંસ્થાનથી ભાજ્ય છે.
[૧૪૯૩ થી ૧૪૯૭] (૧) જે પુદ્ગલ રસથી તિક્ત છે, કે (૨) જે પુદ્ગલ રસથી કટુ છે, કે (૩) જે પુદ્ગલ રસથી કષાવિત છે, કે (૪) જે પુદ્ગલ રસથી ખાટાં છે, કે (૫) જે પુદ્ગલ રસથી મધુર છે, તે-તે પુદ્ગલો વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજ્ય છે.
[૧૪૯૮ થી ૧૫૦૫] (૧) જે પુદ્ગલ સ્પર્શથી કર્કશ છે કે, (૨) જે પુદ્ગલ સ્પર્શથી મૃદુ છે કે, (૩) જે પુદ્ગલ સ્પર્શથી ગુરુ છે, કે (૪) જે પુદ્ગલ સ્પર્શથી લઘુ છે, કે (૫) જે પુદ્ગલ સ્પર્શથી શીત છે, કે (૬) જે પુદ્ગલ સ્પર્શથી ઉષ્ણ છે, કે (૭) જે પુદ્ગલ સ્પર્શથી સ્નિગ્ધ છે, કે (૮) જે પુદ્ગલ સ્પર્શથી રૂક્ષ છે, તે-તે પુદ્ગલો વર્ણ, ગંધ, રસ, સંસ્થાનથી ભાજ્ય છે.
[૧૫૦૬ થી ૧૫૧૦] (૧) જે પુદ્ગલ સંસ્થાનથી પરિમંડલ છે, કે (૨) જે પુદ્ગલ સંસ્થાનથી વૃત્ત છે, કે (૩) જે પુદ્ગલ સંસ્થાનથી ત્રિકોણ છે, કે (૪) જે પુદ્ગલ સંસ્થાનથી ચતુષ્કોણ છે, કે (૫) જે પુદ્ગલ સંસ્થાનથી આયાત છે, તે-તે પુદ્ગલો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી ભાજ્ય છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit