Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1753

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1753

Language
Gujarati

1753

વિવેચન–૧૫૨૧ થી ૧૫૨૫/૧
સર્વાર્થ નામના વિમાનથી બાર યોજન ઉપર ઈષત્‌ પ્રાગ્ભારા નામે પૃથ્વી છે. ઈષત્‌ આદિ નામ ઉપલક્ષણ છે. તેના અનેક નામ કહેલા છે, તે આ પ્રમાણે - ઈષત્‌, ઈષત્‌ પ્રાગ્ભારા, તનુ, તનુતનુ, સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુક્તાલય, લોકાગ્ર, લોકાગ્ર સ્તુપિકા, લોકપરિબુજ્‌ઝણા, સર્વ પ્રાણભૂતજીવ સત્વસુખાવહ૦ ઈત્યાદિ બાર પર્યાય નામો જાણવા.
‘પૃથ્વી’ ભૂમિછત્ર અર્થાત્‌ આતપત્ર, તેના સંસ્થાનની જેમ સંસ્થિત છે, તેથી ‘છત્ર સંસ્થિતા’ કહ્યું. અહીં ‘ઉલટું’ વિશેષણ ઉમેરવું. અર્થાત્‌ ઉલટા છત્ર આકારે સંસ્થિત છે તે પિસ્તાળીશ લાખ યોજન લાંબી-પહોળી છે, પરિધિ ત્રણગણી છે ઈત્યાદિ - X - X - મધ્યના પ્રદેશમાં આઠ યોજન સ્થૂળ છે, તો શું બધે આવી જ છે? ના, ક્રમશઃ પાતળી થતા-થતા છેડે માખીની પાંખથી પણ અધિક પાતળી છે. અહીં ચરમાંતનો અર્થ બધાં દિશા ભાગવર્તી પર્યન્ત પ્રદેશોમાં એવો અર્થ કરવો. - X - X - જો કે અહીં પાતળી થવાનું પ્રમાણ કહેલ નથી, તો પણ પ્રતિયોજને અંગુલ પૃથક્‌ત્વથી હાનિ જાણવી. અહીં કેટલાંક વિશેષ કહે છે, તે આ પ્રમાણે –
અર્જુન, શ્વેત સુવર્ણ, તેનાથી બનાવાયેલી એવી ઈષત્‌ પ્રાગ્ભારા, નિર્મળ - સ્વચ્છ, શું ઉપાધિવશથી? ના, સ્વરૂપથી. ઉતાનક - ઉર્ધ્વમુખ જે છત્ર તેના જેવી છત્રક સંસ્થિત જિનવરે કહેલી છે. શંખ, કુંદ, અંક આદિ સમાન શ્વેત વર્ણવાળી, નિષ્કલંક, અત્યંત કલ્યાણને દેનારી હોય છે. જે તે પૃથ્વી આવી હોય છે, તો પછી શું છે?

Linked texts (2)