Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1771

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1771

Language
Gujarati

1771

વિવેચન–૧૫૩૩
અહીં જીવ શબ્દ પ્રત્યેક સાથે જોડવો - પૃથ્વીજીવ, અપ્‌જીવ અને વનસ્પતિજીવ. જેમકે પૃથ્વી જ જીવ તે પૃથ્વીજીવ૦ ઈત્યાદિ.
(શંકા) પૃથ્વી આદિ જીવ શરીરો, આવા પ્રકારે નથી. આ જીવો કાઠિન્ય આદિ લક્ષણ છે, તો કઈ રીતે ઉપયોગલક્ષણા પૃથ્વી આદિ જીવો કહ્યા? (સમાધાન) જીવ અને શરીરના અન્યોન્ય અનુગતત્વથી વિભાગના અભાવથી કહેલ છે. તે અનાર્ષ નથી. ઉક્ત પ્રકારે પૃથ્વી આદિ સ્થાવરો ત્રણ ભેદે કહેલા છે. ઉત્તરગ્રંથના સંબંધને માટે કહે છે – પૃથ્વી આદિના ભેદો હું કહું છું, તમે તેને ધ્યાનથી સાંભળો –
‘જેવો ઉદ્દેશ તેવો નિર્દેશ’ એ ન્યાયથી કહે છે –

Linked texts (2)