Uttarajjhayana 1772
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1772
- Language
- Gujarati
1772
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૫૩૪ થી ૧૫૪૦ [૩૬/૧૫૩૪ થી ૧૫૪૦]
[૧૫૩૪] પૃથ્વીકાય જીવના બે ભેદ છે - સૂક્ષ્મ અને બાદર. તે બંનેના પણ વળી બબ્બે ભેદો છે - પર્યાપ્ત અને અપર્યાપ્ત.
[૧૫૩૫] બાદર પર્યાપ્ત પૃથ્વીકાય જીવના બે ભેદો છે - શ્લક્ષ્ણ અર્થાત્ મૃદુ અને ખર-કઠોર, આ મૃદુના પણ સાત ભેદો છે.
[૧૫૩૬] કૃષ્ણ, નીલ, રક્ત, પીત, શ્વેત એવી પાંડુ માટી અને પનક અને ખર અર્થાત્ કઠોર પૃથ્વીના ૩૬-ભેદો છે.
[૧૫૩૭ થી ૧૫૪૦] શુદ્ધ પૃથ્વી, શર્કરા, બાલૂ, ઉપલ - પથ્થર, શિલા, લવણ, ઉસ - ક્ષારરૂપ, લોઢુ, તાંબુ, ત્રપુક, શીશું, ચાંદી, સોનું, વજ્ર........ હડતાલ, હિંગુલ, મૈનસિલ, સસ્યક, અંજન, પ્રવાલ, અભ્રપટલ, અભ્રવાલુક અને વિવિધ મણિ પણ બાદર પૃથ્વીકાય છે....... ગોમેદક, રુચક, અંક, સ્ફટિક, લોહિતાક્ષ, મરકત, મસારગલ્લ, ભ્રજમોચક અને ઈન્દ્રનીલ... .... ચંદન, ગેરુક, હંસગર્ભ, પુલક, સૌગંધિક, ચંદ્રપ્રભ, વૈડૂર્ય, જળકાંત અને સૂર્યકાંત (એ ૩૬-ભેદો કહેલા છે.)
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit