Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1773

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1773

Language
Gujarati

1773

વિવેચન–૧૫૩૪ થી ૧૫૪૦
પૃથ્વીજીવના બે ભેદો છે–(૧) સૂક્ષ્મનામ કર્મના ઉદયથી સૂક્ષ્મ, (૨) બાદર નામકર્મના ઉદયથી બાદર. આ બંનેના પણ બબ્બે ભેદો છે.
(૧) પર્યાપ્ત - આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છ્‌વાસ, વાયા અને મનના અભિનિર્વૃત્તિ હેતુ, તથાવિધ દલિકોની પર્યાપ્તિ - X - X - આ પર્યાપ્તિ જેમને હોય તે પર્યાપ્તા અને (૨) તેથી વિપરીત તે અપર્યાપ્તા. આના વડે પર્યાપ્તા-અપર્યાપ્તાના ભેદથી સૂક્ષ્મ અને બાદર છે. અર્થાત્‌ બંનેના બબ્બે ભેદો છે. તેના જ ઉત્તર ભેદોને કહે છે–
પર્યાપ્તા બાદર પણ બે ભેદે કહેલા છે–(૧) શ્લક્ષ્ણ-ચૂર્ણ કરાયેલ લોટ સમાન મૃદુ પૃથ્વી, તે રૂપ જીવ ઉપચારથી શ્લક્ષ્ણ જ કહેવાય છે. (૨) ખર - કઠિન પૃથ્વી ચ સમુચ્ચયમાં જાણવો.
ઉક્ત બે ભેદમાં જે શ્લક્ષ્ણ છે, તે સાત પ્રકારે છે - કૃષ્ણ, નીલ, લોહિત, પીત અને શુક્લ તથા આપાંડુ - કંઈક શુભત્વને પામેલ. વર્ણના ભેદથી છ પ્રકારો કહ્યા. અહીં પાંડુરનું ગ્રહણ કૃષ્ણાદિ વર્ણોના પણ સ્વસ્થાન ભેદથી ભેદાંતરનો સંભવ સૂચવવા માટે છે. સાતમો ભેદ તે પનક - અત્યંત સૂક્ષ્મ રજરૂપ એવી જે માટી, તે પનકમૃતિકા - X - X - X - હવે ખર પૃથ્વીના ભેદના ઉપદર્શનના ઉપક્રમ કહે છે - ખર, તે અહીં બાદર પૃથ્વી જીવ રૂપે છત્રીશ ભેદોથી કહે છે –
(૧) પૃથ્વી - સત્યભામાવત્‌ શુદ્ધ પૃથ્વી. જે શર્કરાદિ રૂપ હોતી નથી, (૨) શર્કરા - નાના ટુકડારૂપ હોય, (૩) વાલુકા - રેતી, (૪) ઉપલ - ગંડ શૈલાદિ, (૫) શિલા - પથ્થર, (૬) લવણ - સમુદ્ર લવણાદિ, (૭) ઊષ - ક્ષાર માટી, (૮) અયસ્‌ - લોઢું, (૯) તામ - તાંબુ, (૧૦) ત્રપુક - રાંગ, (૧૧) સીસક - સીસું, (૧૨) રૂપુ, (૧૩) સુવર્ણ. આ લોઢું આદિ ધાતુઓ છે. - X - X - વજ્ર - હીરા, હરિતાલ, હિંગલોક અને મનઃ શિલા પ્રસિદ્ધ જ છે. સાસક - એ ધાતુવિશેષ છે. અંજન - સમીરક, પ્રવાલક - વિદ્રુમ.
અભ્રપટલ - અભરખ, અભુવાલકા - અભ્રપટલ મિશ્ર વાલુકા. આ બધાં બાદર પૃથ્વીકાયના ભેદો કહ્યા. પછી મણિના ભેદો કહે છે – તે ગોમેઘ, રુચક, અંક, સ્ફટિક આદિ સૂત્રાર્થવત્‌ જાણવા. ચંદન, ગેરુ, હંસગર્ભ, પુલક, સૌગંધિક આદિ પ્રસિદ્ધ છે. આ પ્રમાણે પૃથ્વી આદિ ચૌદ, હરિતાલ આદિ આઠ, ગોમેઘ આદિ ચૌદ ભેદો, એ પ્રમાણે બધાં મળીને ૩૬ ભેદો જાણવા. હવે તેનો ઉપસંહાર કરતાં સૂક્ષ્મ પૃથ્વીકાયની પ્રરૂપણા કરે છે –

Linked texts (2)