Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1780

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1780

Language
Gujarati

1780

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૫૪૩ થી ૧૫૪૬ [૩૬/૧૫૪૩ થી ૧૫૪૬]
[૧૫૪૩] પૃથ્વીકાયિક જીવ પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે. સ્થિતિની અપેક્ષાથી સાદિ સાંત છે.
[૧૫૪૪] પૃથ્વીકાયિક જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨,૦૦૦ વર્ષ, જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત્ત કહેલ છે.
[૧૫૪૫] પૃથ્વીકાયિકની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાત કાળની, જઘન્ય કાય સ્થિતિ અંતર્મુહૂર્ત્ત છે. પૃથ્વીના શરીરને ન છોડીને નિરંતર પૃથ્વીકાયમાં જ ઉત્પન્ન થતા રહેવું તે કાયસ્થિતિ છે.
[૧૫૪૬] પૃથ્વીના શરીરને એક વખત છોડીને ફરી પૃથ્વીના જ શરીરમાં ઉત્પન્ન થવામાં વચ્ચેનો અંતરકાળ જઘન્ય અંતર્મુહૂર્ત્ત છે અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે.

Linked texts (1)