Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1784

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1784

Language
Gujarati

1784

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૫૪૮ થી ૧૫૫૫ [૩૬/૧૫૪૮ થી ૧૫૫૫]
[૧૫૪૮] અપ્‌કાય જીવના બે ભેદ છે – સૂક્ષ્મ, બાદર. તે બંનેના પણ બબ્બે ભેદો છે – પર્યાપ્ત, અપર્યાપ્ત.
[૧૫૪૯] બાદર પર્યાપ્ત અપ્‌કાય જીવોના પાંચ ભેદો છે - શુદ્ધ, જળ, ઓસ, હરતનુ, મહિકા અને હિમ.
[૧૫૫૦] સૂક્ષ્મ અપ્‌કાયના જીવ એક પ્રકારના છે. તેના ભેદ નથી. સૂક્ષ્મ અપ્‌કાય જીવ સંપૂર્ણ લોકમાં છે, બાદર અપ્‌કાય જીવો લોકના એક ભાગમાં વ્યાપ્ત છે.
[૧૫૫૧] અપ્‌કાયિક જીવ પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે. સ્થિતિની અપેક્ષાથી સાદિ-સાંત છે.
[૧૫૫૨] તેમની આયુ સ્થિતિ ઉત્કૃષ્ટ ૭૦૦૦ વર્ષ અને જઘન્યથી અંતર્મુહૂર્ત્ત છે.
[૧૫૫૩] તેની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની, જઘન્ય આયુ અંતર્મુહૂર્ત્ત છે. અપ્‌કાયને ન છોડીને નિરંતર અપ્‌કાયમાં ઉત્પન્ન થવું તે જ કાયસ્થિતિ છે.
[૧૫૫૪] અપ્‌કાય છોડીને ફરી અપ્‌કાયમાં ઉત્પન્ન થવાનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટથી અનંતકાળનું છે.

Linked texts (1)