Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1786

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1786

Language
Gujarati

1786

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૫૫૬ થી ૧૫૬૯ [૩૬/૧૫૫૬ થી ૧૫૬૯]
[૧૫૫૬] વનસ્પતિના જીવોના બે ભેદ – સૂક્ષ્મ, બાદર. તે બંનેના પણ બબ્બે ભેદો – પર્યાપ્ત, અપર્યાપ્ત.
[૧૫૫૭] બાદર પર્યાપ્ત વનસ્પતિકાય જીવોના બે ભેદ છે - સાધારણ શરીર૦ અને પ્રત્યેક શરીર૦
[૧૫૫૮] પ્રત્યેક શરીર વનસ્પતિકાયના જીવોના અનેક પ્રકારો છે. જેમકે - વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લી અને તૃણ.
[૧૫૫૯] લતાવલય, પર્વજ, કુહણ, જલરુહ, ઔષધિ - ચણા આદિ ધાન્ય. તૃણ અને હરિતકાય આ બધાં જ પ્રત્યેકશરીરી છે.
[૧૫૬૦] સાધારણ શરીરી અનેક પ્રકારના છે - આલુ, મૂળો, આદુ -
[૧૫૬૧] હિરિલીકંદ, સિરિલીકંદ, સિસ્સિલીકંદ, જાવઈકંદ, કંદલી કંદ, પ્યાજ-ડુંગળી, લષણ, કંદલી, કુસ્તુમ્બક.
[૧૫૬૨] લોહી, સ્નિહુ, કુહક, કૃષ્ણ, વજ્ર કંદ, સુરણ કંદ.
[૧૫૬૩] અશ્વકર્ણી, સિંહકર્ણી, મુસુંઢી, હરિદ્રા ઈત્યાદિ અનેક પ્રકારે જાણવા.
[૧૫૬૪] સૂક્ષ્મ વનસ્પતિકાયના જીવ એક જ પ્રકારના હોય છે. તેમાં વિવિધતા નથી. સૂક્ષ્મ વનસ્પતિકાયના જીવો સંપૂર્ણ લોકમાં એ બાદર વનસ્પતિકાયના જીવો લોકના એક ભાગમાં વ્યાપ્ત છે.
[૧૫૬૫] વનસ્પતિ જીવો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિ અપેક્ષાથી સાદિ સાંત છે.
[૧૫૬૬] વનસ્પતિની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ ૧૦,૦૦૦ વર્ષ, જઘન્ય થકી અંતર્મુહૂર્ત્ત છે.
[૧૫૬૭] વનસ્પતિની કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી અનંતકાળ, જઘન્યથી અંતર્મુહૂર્ત્ત છે. વનસ્પતિનું શરીર ન છોડીને નિરંતર વનસ્પતિના શરીરમાં જ ઉત્પન્ન થવું તે કાયસ્થિતિ છે.
[૧૫૬૮] વનસ્પતિના શરીરને છોડીને ફરી વનસ્પતિ શરીરમાં ઉત્પન્ન થવામાં અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ છે.
[૧૫૬૯] વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી વનસ્પતિકાયના હજારો ભેદ છે.

Linked texts (1)