Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1787

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1787

Language
Gujarati

1787

વિવેચન–૧૫૫૬ થી ૧૫૬૯
ચૌદ સૂત્રોનો સૂત્રાર્થ સ્પષ્ટ જ છે. વિશેષ આ પ્રમાણે – સાધારણ એટલે અનંત જીવોનું પણ સમાન એક શરીર હોય તે ઉપલક્ષણથી તેમનો આહાર અને પાન ગ્રહણ પણ તેઓમાં સાધારણપણે હોય છે. - X - પ્રત્યેક શરીરી જીવો અનેક પ્રકારે કહેલા છે. તે મુખ્ય બાર ભેદે છે–(૧) વૃક્ષ-આમ્રાદિ, (૨) ગુચ્છ-વૃંતાકી આદિ, (૩) ગુલ્મ - નવમાલિકા આદિ, (૪) લતા - ચંપકલતા આદિ, (૫) વલ્લી - ત્રપુષી આદિ, (૬) તૃણા - અર્જુનાદિ, (૭) લતાવલય - નાલિકેરી આદિ, (૮) પર્વજ - સંધિઓથી થયેલ અથવા પર્વગ તે શેરડી આદિ, (૯) કુહણ - ભૂમિ ફોડા આદિ, (૧૦) જલરુહ - જળમાં ઉગતા પદ્મ આદિ, (૧૧) ઔષધિતૃણ - શાલિ આદિ, (૧૨) હરિતકાય - તંદુલેયક આદિ, તે જ કાયા - શરીર જેનું છે તે ચ શબ્દ અના જ સ્વગત અનેક ભેદનો સૂચક છે.
સાધારણ શરીર અર્થાત્‌ પ્રત્યેક શરીરી નહીં તે. આલુથી હળદર સુધી પ્રાયઃ કંદ વિશેષ છે. તેના સાધારણ શરીરના લક્ષણો અહીં બતાવેલા છે. જેમકે - સમભાગને ભાંગતા ગ્રંથિચૂર્ણ ઘન થાય. પૃથ્વી સદૃશ ભેદથી અનંતકાયને જાણવું ઈત્યાદિ - X - X - X - પનકના જીવો પણ ઉક્ત વ્યાખ્યાથી સામાન્ય વનસ્પતિ જાણવા.
વનસ્પતિની કાય સ્થિતિ, ભવસ્થિતિ ઈત્યાદિ સૂત્રાર્થમાં બતાવેલી જ છે. પણ નિગોદની સ્થિતિ જઘન્ય કે ઉત્કૃષ્ટ બંનેથી અંતર્મુહૂર્ત્ત કહેલી છે. અહીં પણ સાધારણ વનસ્પતિને આશ્રીને જ ઉત્કૃષ્ટ સ્થિતિ અનંતકાળ કહેલી છે. વિશેષ અપેક્ષાથી પ્રત્યેક વનસ્પતિ તથા નિગોદમાં બાદર અને સૂક્ષ્મની અસંખ્યાતકાળ અવસ્થિતિ છે ઈત્યાદિ - X - X - X - X - પનકના જીવોનું અસંખ્યાકાળ અંતર છે, તેમાંથી ઉદ્વર્તીને પૃથ્વી આદિમાં ઉત્પત્તિ થાય છે. - X - X - હવે આ સૂત્રનો ઉપસંહાર અને ઉત્તર સૂત્રનો સંબંધ કહે છે –

Linked texts (2)