Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1791

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1791

Language
Gujarati

1791

વિવેચન–૧૫૭૧
તેજના યોગથી તેજસ્‌, અહીં તદ્‌વર્તી અગ્નિ જીવો પણ તે પ્રમાણે કહ્યા. વાય છે તે વાયુ - વાત, પવન. ઉદાર - એકેન્દ્રિયોની અપેક્ષાથી પ્રાયઃ સ્થૂલ બેઈન્દ્રિય આદિ. ત્રસ - ચાલે છે, એકથી બીજા દેશમાં સંક્રમે છે. તેથી ત્રસ છે. તેના ત્રણ ભેદો કહ્યા.
તેઉ અને વાયુ બંને જીવો સ્થાવર નામકર્મના ઉદયવાળા હોવા છતાં ઉક્ત રૂપે ચાલે છે માટે તેને ત્રસપણે કહ્યા. તે બે ભેદે છે - ગતિથી અને લબ્ધિથી અર્થાત્‌ ત્રસ જીવો બે ભેદે હોય - લબ્ધિ ત્રસ અને ગતિ ત્રસ. તેમાં તેઉ અને વાયુ બંને ગતિ ત્રસ છે અને ઉદાર તે લબ્ધિ ત્રસ છે. એ રીતે બંને ત્રસત્વ જાણવા.
આગળના સૂત્રનો સંબંધ જોડતા કહે છે – તેઉકાય આદિના ભેદોને તમે મારી પાસેથી સાંભળો.
તેમાં હવે તેઉકાયના જીવોને કહે છે –

Linked texts (2)