Uttarajjhayana 1792
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1792
- Language
- Gujarati
1792
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૫૭૨ થી ૧૫૮૦ [૩૬/૧૫૭૨ થી ૧૫૮૦]
[૧૫૭૨] તેઉકાયના જીવોના બે ભેદો – સૂક્ષ્મ, બાદર. ફરી તે બંનેના પર્યાપ્ત, અપર્યાપ્ત બબ્બે ભેદો છે.
[૧૫૭૩] બાદર પર્યાપ્ત તેઉકાય જીવોના અનેક ભેદો છે - અંગાર, મુર્મુર, અગ્નિ, અર્ચિ, જ્વાલા...
[૧૫૭૪] ઉલ્કા, વિદ્યુત તથા આવા પ્રકારના અનેક ભેદો કહેલા છે. સૂક્ષ્મ તેઉકાયના જીવ અનેક પ્રકારના છે, તેના પેટા ભેદો નથી.
[૧૫૭૫] સૂક્ષ્મ તેઉકાયના જીવ સંપૂર્ણ લોકમાં. બાદર તેઉકાયના જીવ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે.
[૧૫૭૬] તે જીવો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ સાંત છે.
[૧૫૭૭] તેઉકાયની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રની છે અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત્ત છે.
[૧૫૭૮] તેઉકાયની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ છે, જઘન્યથી અંતર્મુહૂર્ત્ત છે. તૈજસ શરીરને ન છોડીને નિરંતર તૈજસ શરીરમાં જ ઉત્પન્ન થવું તે કાયસ્થિતિ છે.
[૧૫૭૯] તૈજસ શરીરને છોડીને ફરી તૈજસ શરીરમાં ઉત્પન્ન થવાનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત્ત છે, ઉત્કૃષ્ટ અનંતકાળ છે.
[૧૫૮૦] વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી તેઉકાયના હજારો ભેદો છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit