Uttarajjhayana 1794
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1794
- Language
- Gujarati
1794
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૫૮૧ થી ૧૫૮૯ [૩૬/૧૫૮૧ થી ૧૫૮૯]
[૧૫૮૧] વાયુકાયના જીવોના બે ભેદો- સૂક્ષ્મ, બાદર. ફરી તે બંનેના પર્યાપ્ત, અપર્યાપ્ત બબ્બે ભેદો છે.
[૧૫૮૨] બાદર પર્યાપ્ત વાયુકાયના જીવોના પાંચ ભેદ છે - ઉત્કલિકા, મંડલિકા, ઘનવાત, ગુંજાવત અને શુદ્ધવાત.
[૧૫૮૩] સંવર્તક વાત આદિ બીજા પણ આવા ભેદો છે. ૦ સૂક્ષ્મ વાયુકાયના જીવો એક પ્રકારે છે. તેના પેટા ભેદો નથી.
[૧૫૮૪] સૂક્ષ્મ વાયુકાય જીવો સંપૂર્ણ લોકમાં અને બાદર વાયુકાયના જીવ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. હવે હું ચાર પ્રકારે વાયુકાયિક જીવોના કાળ વિભાગોનું કથન કરીશ.
[૧૫૮૫] તે જીવો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિ અપેક્ષાથી તે સાદિ સાંત છે.
[૧૫૮૬] તે જીવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ ૩૦૦૦ વર્ષ છે, જઘન્યથી અંતર્મુહૂર્ત્ત છે.
[૧૫૮૭] તેની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની છે. જઘન્ય અંતર્મુહૂર્ત્ત છે. વાયુ શરીર ન છોડીને નિરંતર વાયુના શરીરમાં જ ઉત્પન્ન થવુ તે કાયસ્થિતિ છે.
[૧૫૮૮] વાયુ શરીરને છોડીને પછી ફરી તે શરીરમાં ઉત્પન્ન થવામાં અંતર જઘન્ય અંતર્મુહૂર્ત્ત ઉત્કૃષ્ટ અનંતકાળ છે.
[૧૫૮૯] વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી વાયુકાયના હજારો ભેદ હોય છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit