Uttarajjhayana 18
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 18
- Language
- Gujarati
18
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૯ + વિવેચન [૧/નિર્યુક્તિ-૨૯ + વિવેચન]
વિનીયતે - જેના વડે કર્મો દૂર કરાય તે, વિનય. તે દશવૈકાલિકના વિનય સમાધિ નામ અધ્યયનમાં કહેલ છે. સ્થાન શૂન્યાર્થે તેમાંથી કંઈક કહે છે – વિનયનો અને શ્રુતનો નિક્ષેપ બંને ચાર ભેદે હોય છે. દ્રવ્ય વિનયમાં નેતર, સુવર્ણ આદિ છે. લોકોપચાર વિનય અર્થ નિમિત્તે અને કામ હેતુથી, ભય વિનય, મોક્ષ વિનય એ પ્રમાણે પાંચ ભેદે વિનય જાણવો. અભ્યુત્થાન, અંજલિ, આસનદાન, અતિથિપૂજા અને વૈભવથી દેવતા પૂજાને લોકોપચાર વિનય છે. અભ્યાસવર્તીપણું, છંદોનુવર્તના, દેશકાલદાન, અભ્યુત્થાન, અંજલિ, આસનદાન અર્થને માટેનો વિનય છે, એ પ્રમાણે જ કામ વિનય અને ભયમાં આનુપૂર્વીથી લઈ જવું.
મોક્ષમાં પણ તેની પ્રરૂપણા પાંચ પ્રકારે થાય છે – દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને ઔપચારિક, આ પાંચ ભેદે મોક્ષ વિનયને જાણવો. જિનેન્દ્રોએ જે પ્રમાણે દ્રવ્યોના સર્વ ભાવો કહેલા છે, તેની તે પ્રમાણે શ્રદ્ધા કરવી તે દર્શન વિનય છે. જ્ઞાનને શીખે છે, જ્ઞાનને ગણે છે - આવૃત્તિ કરે છે, જ્ઞાન વડે કૃત્યો કરે છે, જ્ઞાની નવા કર્મો બાંધતા નથી, તેનાથી જ્ઞાન વિનીત થાય છે. યતના કરતા જેનાથી આઠ પ્રકારના કર્મો ખાલી કરે છે અને નવા કર્મો બાંધતા નથી. તેથી ચારિત્ર વિનય થાય છે.
અંધકારને તપ વડે દૂર કરે છે, આત્માને સ્વર્ગ કે મોક્ષમાં લઈ જાય છે. તેનાથી તપોનિયમ-નિશ્ચિત મતિ તપોવિનિતને થાય છે. ઔપચારિક વિનય સંક્ષેપથી બે ભેદે થાય છે. પ્રતિરૂપ યોગમાં જોડવું અને આશાતના ન કરવી તે. પ્રતિરૂપ વિનય કાયિક, વાચિક, માનસિક યોગથી થાય. તે અનુક્રમે આઠ ભેદે, ચાર ભેદે અને બે ભેદે તેને થાય છે. - તેમાં -
(૧) કાયિક વિનય - અભ્યુત્થાન. અંજલિ, આસનદાન, અભિગ્રહ, કૃતિકર્મ, શુશ્રૂષણા, અનુગમન અને સંસાધન એ આઠ ભેદે છે. (૨) વાચિક વિનય - હિત, મિત, અપુરુષ અને અનુવીચી ભાષી ચાર ભેદે છે. (૩) મનોવિનય - અકુશલ મનનો નિરોધ, કુશીલ મનની ઉદીરણા.
પ્રતિરૂપ વિનય પરાનુવૃત્તિમય જાણવો. અપ્રતિરૂપ વિનય કેવલીનો જાણવો. આ આપે કહેલો વિનય પ્રતિરૂપ લક્ષણ ત્રણ ભેદે છે. અનાશાતના વિનય બાવન ભેદે કહેલો છે. તે આ પ્રમાણે – તીર્થંકર, સિદ્ધ, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, સ્થવિર, ઉપાધ્યાય અને ગણી આ ૧૩ પદો છે. તેની અનાશાતના, ભક્તિ, બહુમાન, વર્ણશ્લાઘા એ પ્રમાણે ૧૩ X ૪ = ૫૨ ભેદો થશે.
ઉક્ત ગાથાનો અર્થ સ્પષ્ટ છે. વિશેષ એ કે – તિનિશ તે એક વૃક્ષ છે - X - અર્થપ્રાપ્તિના હેતુથી ઈશ્વરાદિને અનુવર્તવુ તે અર્થ વિનય છે. કામના હેતુથી પણ આ જ વિનય છે - શબ્દાદિ વિષય સંપત્તિ નિમિત્તે તેમ-તેમ પ્રવર્તવુ તે કામવિનય છે. દુષ્પ્રઘર્ષ રાજા કે સામંતાદિને પ્રાણ આદિના ભયથી અનુવર્તવુ તે ભયવિનય છે. આ લોકને આશ્રીને શ્રદ્ધા, જ્ઞાન, શિક્ષાદિમાં કર્મના ક્ષયને માટે પ્રવર્તવુ તે મોક્ષવિનય છે.
મોક્ષવિનય ઉપર કહ્યા મુજબ પાંચ ભેદે છે. તેમાં વિશેષ આ પ્રમાણે – અભ્યુત્થાન - ગુરુને આવતા કે જતા જોઈને આસન છોડી ઉભા થવું. અભિગ્રહ - ગુરુની વિશ્રામણાદિ કરવાનો નિયમ. કૃતિ - દ્વાદશાવર્ત આદિ વંદન. શુશ્રૂષણા - ન આસપાસથી કે ન આગળથી આદિ વિધિથી ગુરુવચન શ્રવણની ઈચ્છા-પર્યુપાસના કરવી. અનુગમન-આવતા સન્મુખ જવું. સંસાધન-જતાની પાછળ સમ્યક્ રીતે જવું. કુલ-નાગેન્દ્ર આદિ. ગણ - કોટિક આદ. ક્રિયા - પરલોક છે, આત્મા છે. ધર્મ - શ્રુત અને ચારિત્રરૂપ, જ્ઞાન - મતિ આદિ, આચાર્ય - અનુયોગાચાર્ય. ગણી - ગણાચાર્ય, અનાશાતના - મન, વચન, કાયા વડે અપ્રતીપ પ્રવર્તન. ભક્તિ - અભ્યુત્થાનાદિ રૂપ. બહુમાન - માનસિક અતિ પ્રતિબંધ. વર્ણ - પ્રશંસા કરવી. તેના વડે સંજ્વલના - જ્ઞાનાદિ ગુણની ઉદ્દીપના તે વર્ણ સંજ્વલના.
શ્રુતના ચાર પરિમાણ અર્થાત્ તેનો ચાર ભેદે નિક્ષેપ બધે અવશ્ય કરવો. - X - X - નિક્ષેપ-ન્યાસ, તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્યથી કે દ્રવ્યરૂપ શ્રુત ન દ્રવ્યશ્રુત. આગમથી જ્ઞાતા પણ ઉપયોગરહિત હોય. નોઆગમથી કહે છે – ગોપવે છે, (શું?) અતિક્લિષ્ટ કર્મોદયથી અભિહિત અર્થને ગોપવે અથવા કુપ્રયુક્તિથી દૂર લઈ જાય તે જમાલિ આદિ નિહ્નવ છે. - X - ભાવશ્રુત પણ આગમથી અને નોઆગમથી બે ભેદે છે – તેમાં આગમથી એટલે ભાવથી કે ભાવરૂપ શ્રુત તે ભાવશ્રુત. શ્રુતના વિષયમાં ઉપયુક્ત જ હોય. જે શ્રુત પદને જાણે તેમાં ઉપયોગ રાખવો તે ભાવશ્રુત, કેમકે તેનો ઉપયોગ અનન્યપણાથી છે.
ઓઘ અને નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપનો અવસર પ્રાપ્ત થયો છે. તો પણ હાલ સૂત્ર કહેતા નથી - X - પરંતુ ‘અનુગમ’ બે ભેદે છે – નિર્યુક્તિ અનુગમ અને સૂત્રાનુગમન. તેમાં પહેલાં નિક્ષેપ નિર્યુક્તિ, ઉપોદ્ઘાત નિર્યુક્તિ અને સૂત્ર સ્પર્શિક નિર્યુક્તિ અનુગમ વિધાન ત્રણ ભેદે છે. તેમાં નિક્ષેપ નિર્યુક્તિ અનુગમ ઉત્તર આદિ નિક્ષેપ પ્રતિપાદનથી કહેલો જ છે. ઉપોદ્ઘાત નિર્યુક્તિ અનુગમ બે દ્વાર ગાથાથી જાણવો. તે આ પ્રમાણે – ઉદ્દેશ, નિર્દેશ, નિર્ગમ, ક્ષેત્ર, કાળ, પુરુષ, કારણ, પ્રત્યય, લક્ષણ, નય, સમવતારણા અનુમત છે. શું? કેટલા ભેદે? કોના? ક્યાં? કેમાં? કઈ રીતે? કાળ કેટલો થાય? કેટલાં સાંતર અવિરહિત ભવાકર્ષા સ્પર્શના નિરુક્તિ છે? આ બંને ગાથાનો અર્થ સામાયિક નિર્યુક્તિથી જાણી લેવો.
સૂત્ર સ્પર્શિક નિર્યુક્તિ સૂત્ર અવયવ વ્યાખ્યાન રૂપત્વથી સૂત્રના હોવાથી સંભવે છે, તેથી સૂત્રાનુગમમાં જ ત્યાં કહેશે. - X - X - X - હવે સૂત્ર-અનુગમ. તેમાં અલીક, ઉપઘાતજનકત્વ આદિ દોષ રહિત. નિર્દોષ સારત્વાદિ ગુણયુક્ત સૂત્ર કહેવું જોઈએ. તે આ છે –