Uttarajjhayana 17
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 17
- Language
- Gujarati
17
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૮ + વિવેચન [૧/નિર્યુક્તિ-૨૮ + વિવેચન]
આ અધ્યયનો મધ્યે પહેલું ‘વિનય’ નામે અધ્યયન શ્રુત છે. તે ‘વિનયશ્રુત.’ વિનયશ્રુતના ઉપક્રમાદિ દ્વારો, તેના ભેદ, નિરુક્તિ, ક્રમ, પ્રયોજન, પ્રતિપાદન દ્વારથી કહીને, આ અનુયોગ કરવો. અહીં વિનયથી અધિકાર છે, તેને અહીં અનેક પ્રકારે કહેલ છે. - X - X - અહીં પણ અવસર જણાવવા માટે જ નિર્યુક્તિકારે ‘પ્રરૂપ્ય’ કહેલ છે, ‘પ્રરૂપીશ’ એમ કહેલ નથી. - X - અહીં ચાર અનુયોગદ્વારો છે - ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય. તેના ભેદો અનુક્રમે બે, ત્રણ, બે, બે. ઉપક્રમણની નિરુક્તિ - દૂર રહેલ વસ્તુને તે-તે પ્રકારોથી સમીપ લાવવી તે ઉપક્રમ છે. નિયત કે નિશ્ચિત નામાદિ સંભવતા પક્ષરચના રૂપ ક્ષેપણ-મૂકવા તે નિક્ષેપ. અનુરૂપ સૂત્રાર્થ અબાધાથી તેનું અનુગુણ ગમન - સંહિતાદિ ક્રમથી વ્યાખ્યા કરવાને પ્રવર્તન તે અનુગમ. અનંત ધર્માત્મક વસ્તુના નિયત એક ધર્મના અવલંબનથી પ્રતીત તે નય. ક્રમ પ્રયોજન કહે છે– આનુપૂર્વ્યાદિ વડે ન્યાસ દેશ લાવ્યા સિવાય શાસ્ત્રનો નિક્ષેપ શક્ય નથી. શોધ નિષ્પન્ન નિક્ષેપ વિના અનિક્ષિપ્તનું અનુગમન શક્ય નથી. સૂત્રાદિ અનુગમ વડે અનુગત થયા વિના નય વડે વિચારી ન શકાય. આ ક્રમ છે - X - X - (અહીં વૃત્તિકારે સંગ્રહ શ્લોક મૂકેલા છે, જે ઉક્ત અર્થના જ સૂચક છે.) - X - X - હવે તેના ભેદ વિસ્તારથી આ અધ્યયન વિચારણા–
ઉપક્રમે બે ભેદે છે – લૌકીક અને લોકોત્તર. તેમાં લૌકીક ઉપક્રમ - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી છ પ્રકારે છે. તેમાં નામ અને સ્થાપના પછી દ્રવ્યોપક્રમ કહે છે – તે સચિત્ત, સચિત્ત, મિશ્ર ભેદથી ત્રણ પ્રકારે છે. તે પ્રત્યેક પરિકર્મ વિના બબ્બે ભેદે છે. તેમાં પરિકર્મ સચિત્ત દ્રવ્યોપક્રમ અવસ્થિત દ્વિપદ, ચતુષ્પદ, અપદ રૂપ મનુષ્ય, અશ્વ, વૃક્ષાદિ સચિત્ત વસ્તુનો છે. - X - X - અચિત્ત દ્રવ્યોપક્રમ સુવર્ણ આદિના કટક, કુંડલાદિ છે. મિશ્ર દ્રવ્યોપક્રમ તે સચિત્ત દ્વિપદાદિને અચિત્ત કેશાદિ સહિત સ્નાનાદિ સંસ્કાર કરણ છે. એ પ્રમાણે વિનાશમાં પણ દ્રવ્યોપક્રમ ત્રણ ભેદે છે. - X - X -
એ પ્રમાણે ક્ષેત્રાદિ ઉપક્રમ. પણ પરિકર્મ વિનાશ ભેદથી બે પ્રકારે છે, તેમાં જો કે ક્ષેત્ર નિત્ય અને અમૂર્ત્ત છે, તેથી તેનું પરિકર્મ અને વિનાશ નથી, તો પણ તેના આદેય જળ આદિનો નાવાદિ હેતુથી ઉપચાર વડે તેનો ઉપક્રમ છે. - X - X - કાળ, વર્તનાદિ રૂપપણાથી દ્રવ્ય અને પર્યાયરૂપ જ છે. દ્રવ્ય અને પર્યાય નરસિંહવત્ અન્યોન્ય સંવલિત છે. તેથી તે દ્વારથી તેના ગુણ વિશેષના આધાન અને વિનાશ ઉપક્રમ શબ્દથી કહેવા. - X - X - X - X - ઈત્યાદિ. ભાવોપક્રમ પણ જો કે ભાવના પર્યાયત્વથી અને તે દ્રવ્યથી કંઈક અનન્યત્વથી ઉપક્રમ નામથી કહેલ જ છે. તો પણ જીવદ્રવ્ય પર્યાય અભિપ્રાય નામે ભાવશબ્દ કહેલો છે. - X - તેથી તેના પરિચિત્તવર્તી સંવેદના વિષયથી વિપ્રકર્ષવત્ ઈંગિત આકારાદિના પરિજ્ઞાનથી સંનિહિતકરણ કે તેવા અનનુગુણ અનુગુણ ચિત્રચેષ્ટાથી જ્ઞાતની કુપિત - પ્રસન્નતાનું આપાદન તે ભાવોપક્રમ જ છે. તે અહીં અવશ્ય કહેવો. કેમકે તે ગુરુ ભાવોપક્રમના અંતર્ગતપણાથી છે. - X - X - X -.
આના અભિધાનને માટે દ્રવ્ય ઉપક્રમથી ભાવ ઉપક્રમ પૃથક્ કહેવાય છે. તે બે ભેદે છે – પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં અપ્રશસ્તમાં બ્રાહ્મણી, ગણિકા અને અમાત્યના દૃષ્ટાંત જાણવા. પ્રશસ્ત તે શિષ્યનું શ્રુતાદિ હેતુ ગુરુના ભાવનું ઉન્નયન છે. એ રીતે લૌકીક ઉપક્રમ કહ્યો.
શાસ્ત્રીય તો આનુપૂર્વી નામ પ્રમાણ વક્તવ્યતા અર્થાધિકાર કહેવો જોઈએ. તેમાં આનુપૂર્વી નામાદિ દશ પ્રકારે બીજે વિસ્તારથી કહેલા છે. અહીં તો ઉત્કીર્તન ગણનારૂપ વડે અધિકાર હોવાથી તે જ કહે છે – તેમાં ઉત્કીર્તન તે વિનયશ્રુત, પરીષહ અધ્યયન, ચતુરંગીય ઈત્યાદિ છે. - X - ગણન-સંખ્યાન, તે પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અનાનુપૂર્વી ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં પૂર્વાનુપૂર્વી ગણનાથી આ અધ્યયન પહેલું છે, પશ્ચાનુપૂર્વી ગણનાથી છત્રીશમું અધ્યયન છે. અનાનુપૂર્વીથી આ અધ્યયન પહેલું છે, પશ્ચાનુપૂર્વી ગણનાથી છત્રીશમું અધ્યયન છે. અનાનુપૂર્વીથી આ અધ્યયન એકથી વધુ અને છત્રીશની પૂર્વેની કોઈપણ સંખ્યા ભેદમાં આવે છે. (અહીં આનુપૂર્વીની સ્થાપના-વિધિ વૃત્તિકારે નોંધી છે. તેમાં દ્વિક, ત્રિક, ચતુષ્ક આદિ સ્થાપના છે. અમે આ સમગ્ર સ્થાપનાનો અનુવાદ છોડી દીધેલ છે. સમજવા માટે શાબ્દિક વ્યાખ્યાને બદલે આકૃતિ સ્થાપનાની આનુપૂર્વી સમજવી વિશેષ સરળ બને.)
આ ઉક્ત ષડ્વિધ નામથી ઔદયિકાદિ છ ભાવ રૂપે અધિકાર છે, તેની અંતર્ભૂત ક્ષાયોપશમિક ભાવમાં શ્રુતજ્ઞાનાત્મકપણાથી પ્રસ્તુત અધ્યયનનો અવતાર છે. - X - X -.
જેના વડે પરિચ્છેદ થાય - જણાય, તે પ્રમાણ. તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના છેદથી ચાર પ્રકારે છે. તેમાં આ ક્ષાયોપશમિક ભાવ-રૂપત્વથી ભાવ પ્રમાણમાં અવતરે છે. - X - X - ભાવ પ્રમાણ ગુણ, નય, સંખ્યાના ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં આનો ગુણપ્રમાણ અને સંખ્યા-પ્રમાણમાં જ અવતાર છે. નય પ્રમાણમાં જો કે શ્રુતકેવલી વડે કહેવાય છે કે – અધિકાર ત્રણ વડે જાણવો. જિનમતમાં સૂત્ર કે અર્થ કંઈપણ નયોથી વિહિન નથી. - X -. તો પણ હાલ તથાવિધ નય વિચારણાના વ્યવચ્છેદથી અનવતાર જ છે. ઈત્યાદિ - X - X - X - X -.
ગુણપ્રમાણ બે ભેદે છે – જીવ ગુણપ્રમાણ અને અજીવ ગુણપ્રમાણ. તેમાં આનો જીવ ઉપયોગપણાથી જીવગુણ પ્રમાણમાં અવતાર છે. તેમાં પણ જ્ઞાન દર્શન ચારિત્ર ભેદથી ત્રણ પ્રકારમાં આનો જ્ઞાનરૂપતાથી જ્ઞાન પ્રમાણમાં અવતાર છે. તેમાં પણ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમરૂપમાં આ અધ્યયનના આપ્તોપ્રદેશ રૂપપણાથી આગમ પ્રમાણમાં લેવું. તેમાં પણ લૌકીક અને લોકોત્તર ભેદમાં પરમગુરુ પ્રણીતત્વથી લોકોત્તર સૂત્ર, અર્થ, ઉભયરૂપ છે. તેમાં પણ આત્મા, અનંતર અને પરંપર આગમ એ ત્રણ ભેદો છે. અર્થથી તીર્થંકર, ગણધર અને તેમના અંતેવાસીને, સૂત્રથી સ્થવિર, તેમના શિષ્ય અને પ્રશિષ્યની અપેક્ષાથી યથાક્રમે આનો આત્મા, અનંતર, પરંપર આગમમાં અવતાર છે.
સંખ્યાપ્રમાણ અનુયોગ દ્વારાદિમાં વિસ્તારથી કહેલ છે, ત્યાંથી જ અવધારવું. તેમાં આનો પરિણામ સંખ્યામાં અવતાર છે. તેમાં પણ કાલિક-શ્રુત-દૃષ્ટિવાદ શ્રુત પરિણામ ભેદથી બે પ્રકારોમાં કાલિકશ્રુત પરિમાણ-સંખ્યા, દિવસ કે રાત્રિમાં, પહેલી અને છેલ્લી પોરિસીમાં આ પાઠ નિયમથી છે. તેમાં પણ શબ્દની અપેક્ષાથી સંખ્યેય અક્ષર, પાદ, શ્લોકાદિ રૂપ સંખ્યાત પરિમાણ રૂપ, પર્યાય અપેક્ષાથી અનંત પરિમાણ રૂપ છે. કેમકે આગમના અનંતગમ પર્યાયત્વથી છે. વક્તવ્યતા - પદાર્થવિચાર, તે સ્વ-પર-ઉભય સિદ્ધાંતથી ત્રણ ભેદે છે. તેમાં સ્વસમય-અર્હન્મતાનુસારી શાસ્ત્રરૂપ છે. પરસમય કપિલાદિ અભિપ્રાયાનુવર્તી ગ્રન્થ સ્વરૂપ છે, ઉભયસમય - ઉભયમત અનુગત શાસ્ત્ર સ્વભાવ છે. તેમાં આનો સ્વસમય વક્તવ્યતામાં અવતાર થાય છે, કેમકે અહીં સ્વસમય પદાર્થોનું જ વર્ણન છે. - X - X -.
અર્થાધિકાર – ‘અહીં વિનયથી અધિકાર છે.’ તે કહેલ છે. તથા સમવતાર યથાસંભવ કહેલ છે. તેથી ફરી કહેતા નથી. - X -.
નિક્ષેપ ત્રણ ભેદે છે – ઓઘનિષ્પન્ન, નામનિષ્પન્ન, સૂત્રાલાપક નિષ્પન્ન. - X - X - ઓઘ - અધ્યયનાદિના સામાન્ય નામ. ઓઘ એટલે સામાન્ય શ્રુતાભિધાન, તે ચાર ભેદે છે – અધ્યયન, અક્ષીણ, આય અને ક્ષપણા. નામાદિ ચાર ભેદ શ્રુતાનુસાર વર્ણવીને ભાવોમાં ચારેમાં ક્રમથી વિનયશ્રુતને યોજવું. જેના વડે શુભ આત્મા બોધ, સંયમ કે મોક્ષનું અધ્યયન, અધ્યાત્મને લાવવું કે અધિક લઈ જવું પામે તે અધ્યયન. ઈત્યાદિ ચારે ગાથા પ્રગટાર્થ જ છે. વિશેષ એ કે – જે હેતુ વડે શુભ આત્મ અધ્યયન અર્થાત્ શુભ-પુન્યનું આત્મામાં અધિકતાથી લઈ જવું તો તેમાં શુભ-સંક્લેશ વિરહિત, અધ્યાત્મ-મન, તેમાં આત્માના અર્થને લઈ જવો. - X - અધિક નયન એટલે પ્રકર્ષવત પ્રાપ્ત કરવું. કોને? બોધને અર્થાત્ તત્ત્વને જાણવાને કે પૃથ્વી આદિ સંરક્ષણરૂપ સંયમને કે સંચિત કરેલા કર્મોના ક્ષયરૂપ મોક્ષને. તે કારણે પ્રાગ્વત્ અધ્યયન કહેવાય છે. અવ્યવચ્છિત્તિ નયને આશ્રીને અર્થાત્ દ્રવ્યાસ્તિક નયના અભિપ્રાયથી અલોક-અલોકાકારવત્.
નામનિષ્પન્ન નિક્ષેપામાં વિનયશ્રુત એ દ્વિપદ નામ છે. તેથી વિનયનો અને શ્રુતનો નિક્ષેપ અહીં અવશ્ય કહેવો. તેમાં વિનયનો નિક્ષેપ બહુ વક્તવ્યતા હોવાથી તેનો અતિદેશ કરવો અને શ્રુતનિક્ષેપો તે પ્રમાણે ન હોવાથી, તેને જણાવવા કહે છે –