Uttarajjhayana 1800
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1800
- Language
- Gujarati
1800
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૬૦૦ થી ૧૬૦૮ [૩૬/૧૬૦૦ થી ૧૬૦૮]
[૧૬૦૦] તેઈન્દ્રય જીવોના બે ભેદ વર્ણવેલા છે - પર્યાપ્ત, અપર્યાપ્ત. આ બે ભેદ મારી પાસેથી સાંભળો.
[૧૬૦૧] કુંથુ, કીડી, માંકડ, મકડી, દીમક, તૃણાહારક, ધુણો, માલુક, પત્રહાર કે -
[૧૬૦૨] મિંજક, તિંદુક, ત્રપુષભિંજક, શતાવરી, ગુલ્મી, ઈન્દ્રકાયિક -
[૧૬૦૩] ઈન્દ્રગોપક ઈત્યાદિ અનેક પ્રકારથી તે ઈન્દ્રિય જીવો છે. તે લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ લોકમાં નહીં.
[૧૬૦૪] પ્રવાહની અપેક્ષાથી તે ઈન્દ્રિયો અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ સાંત છે.
[૧૬૦૫] તેઈન્દ્રિયોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટથી ઓગણપચાશ દિવસ અને જઘન્ય અંતર્મુહૂર્ત્તની છે.
[૧૬૦૬] તેઈન્દ્રિયોની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ સંખ્યાત કાળ, જઘન્યથી અંતર્મુહૂર્ત્ત છે. તેઈન્દ્રિયય શરીર ન છોડીને નિરંતર તેઈન્દ્રિય શરીરમાં ઉત્પન્ન થવું, તેને કાયસ્થિતિ કહે છે.
[૧૬૦૭] તેઈન્દ્રિય શરીરને છોડીને ફરી તેઈન્દ્રિયમાં ઉત્પન્ન થવાનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે.
[૧૬૦૮] વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી તેઈન્દ્રિયોના હજારો ભેદ છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit