Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1806

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1806

Language
Gujarati

1806

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૬૨૦ થી ૧૬૩૩ [૩૬/૧૬૨૦ થી ૧૬૩૩]
[૧૬૨૦] નૈરયિક જીવો ૭ પ્રકારના છે, તે સાત પૃથ્વીમાં થાય છે. (આ ૭ પૃથ્વીઓ આ પ્રમાણે છે –) રત્નાભા, શર્કરાભા, વાલુકાભા....
[૧૬૨૧] પંકાભા, ધૂમાભા, તમા અને તમસ્તમા.
આ સાત પ્રકારની પૃથ્વીઓમાં ઉત્પન્ન થનારા નૈરયિકોને સાત પ્રકારે વર્ણવેલા છે - પરિકીર્તિત છે.
[૧૬૨૨] નૈરયિકો લોકના એક ભાગમાં વ્યાપ્ત છે.
આ નિરૂપણ પછી ચાર પ્રકારથી નૈરયિક જીવોના કાલવિભાગનું હું કથન કરીશ. (તે આ પ્રમાણે –)
[૧૬૨૩] નૈરયિકો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે. સ્થિતિની અપેક્ષાથી તેઓ સાદિ સાંત છે.
[૧૬૨૪] પહેલી પૃથ્વીમાં નૈરયિક જીવોની આયુ સ્થિતિ જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષની છે. ઉત્કૃષ્ટથી એક સાગરોપમની છે.
[૧૬૨૫] બીજી પૃથ્વીમાં નૈરયિક જીવોની આયુ સ્થિતિ જઘન્યથી એક સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમની છે.
[૧૬૨૬] ત્રીજી પૃથ્વીમાં નૈરયિક જીવોની આયુ સ્થિતિ જઘન્યથી ત્રણ સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી સાત સાગરોપમની છે.
[૧૬૨૭] ચોથી પૃથ્વીમાં નૈરયિક જીવોની આયુ સ્થિતિ જઘન્યથી સાત સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી દશ સાગરોપમની છે.
[૧૬૨૮] પાંચમી પૃથ્વીમાં નૈરયિક જીવોની આયુ સ્થિતિ જઘન્યથી દશ સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી સત્તર સાગરોપમની છે.
[૧૬૨૯] છઠ્ઠી પૃથ્વીમાં નૈરયિક જીવોની આયુ સ્થિતિ જઘન્યથી સત્તર સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી બાવીશ સાગરોપમની છે.
[૧૬૩૦] સાતમી પૃથ્વીમાં નૈરયિક જીવોની આયુસ્થિતિ જઘન્યથી બાવીશ સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી તેંત્રીશ સાગરોપમની છે.
[૧૬૩૧] નૈરયિકોની જે આયુસ્થિતિ વર્ણવેલી છે, તે જ તેમની જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કાયસ્થિતિ છે.
[૧૬૩૨] નૈરયિક શરીરને છોડીને ફરી નૈરયિક શરીરમાં ઉત્પન્ન થવામાં અંતર જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે.
[૧૬૩૩] વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી આ નૈરયિકોના હજારો ભેદો છે.

Linked texts (1)