Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1807

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1807

Language
Gujarati

1807

વિવેચન–૧૬૨૦ થી ૧૬૩૩
નૈરયિકના ચૌદ સૂત્રો કહ્યા. તે સાત ભેદે છે. કેમકે પૃથ્વી સાત છે. તેથી તેમાં થનારનું સપ્તવિધત્વ જાણવું. તે કઈ છે? (૧) રત્નાભા - વૈડૂર્યાદિ રત્નો જેવી આભા છે, તેમાં રત્નકાંડના ભવનપતિના ભવનો વિવિધ રત્નોવાળા સંભવે છે. (૨) શર્કરા - શ્લક્ષ્ણ પાષાણના ટૂકડારૂપ, (૩) વાલુકા - રેતી, (૪) પંક - કાદવ, (૫) ધૂમ - ધૂમ્ર કે ધૂમાકાર પરિણત પુદ્ગલ, (૬) તમ - અંધકાર, (૭) તમસ્તમા - પ્રકૃષ્ટતરતમ. આ સાત પૃથ્વીથી સાત નૈરયિકો કહ્યા. લોક, સ્થિતિ આદિ સૂત્રોનો સૂત્રાર્થ સ્પષ્ટ જ છે. તેથી અત્રે વૃત્તિના અનુવાદ દ્વારા પુનરુક્તિ કરેલ નથી. - X - X - X - X -
આયુસ્થિતિ કહીને કાયસ્થિતિ કહે છે – આયુસ્થિતિ એ જ કાયસ્થિતિ જાણવી. કેમકે નૈરયિકો નારકમાંથી ઉદ્વર્તીને ફરી ત્યાં જ ઉત્પન્ન થતાં નથી. તેઓ ત્યાંથી ઉદ્વર્તીને ગર્ભજ પર્યાપ્તક સંખ્યાત વર્ષાયુષ્કમાં ઉત્પન્ન થાય છે. જો કે મત્સ્યાદિમાં ઉત્પન્ન થઈને ત્યાં અતિ સંક્લિષ્ટ અધ્યવસાયથી અંતર્મુહૂર્ત્તમાં મરીને પણ નરકમાં ઉપજે છે, તો પણ નારકમાં અનંતર ઉત્પન્ન તો ન જ થાય. આ રીતે નૈરયિકને કહીને હવે તિર્યંચને કહે છે –

Linked texts (2)