Uttarajjhayana 1828
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1828
- Language
- Gujarati
1828
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૭૧૪ થી ૧૭૧૮ [૩૬/૧૭૧૪ થી ૧૭૧૮]
[૧૭૧૪] ઉત્કૃષ્ટ સંલેખના બાર વર્ષની હોય છે, મધ્યમ સંલેખના એક વર્ષની, જઘન્ય સંલેખના છ માસની હોય.
[૧૭૧૫] પહેલાં ૪ વર્ષોમાં દૂધ આદિ વિગઈઓનો ત્યાગ કરે. બીજા ૪ વર્ષોમાં વિવિધ પ્રકારનો તપ કરે.
[૧૭૧૬] પછી બે વર્ષ સુધી એકાંતર તપ કરે. ભોજનના દિવસે આયંબિલ કરે. પછી અગિયારમાં વર્ષે પહેલાં છ મહિના સુધી કોઈપણ અતિ વિકૃષ્ટ તપ ન કરે.
[૧૭૧૭] પછીના છ માસ વિકૃષ્ટ તપ કરે. આ પૂરા વર્ષમાં પરિમિત આયંબિલ કરે.
[૧૭૧૮] બારમાં વર્ષમાં નિરંતર આયંબિલ કરીને પછી મુનિ એક પક્ષ કે એક માસનું અનશન કરે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit