Uttarajjhayana 1829
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1829
- Language
- Gujarati
1829
વિવેચન–૧૭૧૪ થી ૧૭૧૮
પાંચ સૂત્રો કહ્યા. સંલેખના કાળ બાર વર્ષ જ ઉત્કૃષ્ટથી જાણવો. ન્યૂનાધિક નહીં. સંલેખના - દ્રવ્યથી શરીરની, ભાવથી કષાયોમાં કૃશતા લાવવી. - X - X - X - આ ત્રિવિધ સંલેખનામાં ઉત્કૃષ્ટનો ક્રમયોગ કહે છે - જે સૂત્રાર્થ - ૧૭૧૫ થી ૧૭૧૭ માં સ્વયં સ્પષ્ટ જ છે. તેથી અહીં પુનરાવૃત્તિ કરેલ નથી. - X - X - X - X -
અત્રે વૃત્તિકારશ્રીએ નિશીથ ચૂર્ણિનો સંપ્રદાય પણ નોંધેલ છે. તેમાં પણ મૂળ તો દ્વાદશ વર્ષીય સંલેખના કેમ કરવી તેનો વિધિ જ અભિપ્રેત છે. માત્ર અંતિમ ચાર માસ માટેનું વિશેષ કથન ત્યાં છે.
આ પ્રમાણે પાંચ સૂત્રોનો અર્થ કહ્યો.
આ રીતે અનશન સ્વીકાર્યા પછી પણ અશુભ ભાવનામાં મિથ્યાદર્શનના અનુરાગાદિ થાય, તો તેનો પરિહાર કરીને, તેની વિપરીત આસેવનાને જણાવવાને માટે યથાક્રમે અનર્થ હેતુતા અને અર્થહેતુતાને દર્શાવતા આ પ્રમાણે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati