Uttarajjhayana 20
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 20
- Language
- Gujarati
20
વિવેચન–૧
આની સંહિતાદિ ક્રમથી વ્યાખ્યા – તેમાં અસ્ખલિત પદોનું ઉચ્ચારણ તે સંહિતા તે અનુગત જ છે. કેમકે સૂત્રાનુગત તદ્રૂપપણે છે. ‘પદ’ સ્વબુદ્ધિથી કહેવા. પદાર્થ આ છે – અન્ય સંયુક્ત કે અસંયુક્તના સચિત્તાદિ વસ્તુના દ્રવ્યાદિ વડે સંયોજનને ‘સંયોગ’ કહે છે. તે સંયુક્ત સંયોગાદિ ભેદથી અનેક પ્રકારે કહેવાશે. તેથી માત્રાદિ સંયોગરૂપથી ઔદયિકાદિ ક્લિષ્ટતર ભાવ સંયોગાત્મકપણાથી વિવિધ જ્ઞાનભાવનાદિ વડે વિચિત્ર પ્રકારોથી પ્રકર્ષથી અર્થાત્ પરીષહ-ઉપસર્ગાદિ સહિષ્ણુતા લક્ષણથી મુક્ત-ભ્રષ્ટ તે વિપ્રમુક્ત છે.
તે અનગાર - જેને ઘર વિદ્યમાન નથી તે, એ પ્રમાણે અહીં વ્યુત્પન્ન અણગાર શબ્દ લેવો. જે અવ્યુત્પન્ન રૂઢિ શબ્દ છે, તે યતિનો વાચક છે. કહ્યું છે – અણગાર, મુનિ, મૌની, સાધુ પ્રવ્રજિત, વ્રતી, શ્રમણ અને ક્ષપણ એ યતિના એકાર્થક વાચક છે. તેથી તે અહીં ગ્રહણ કરતા નથી. ભિક્ષુ શબ્દ તે અર્થમાં જ કહેલ છે. તેમાં અગાર બે ભેદે છે – (૧) દ્રવ્યથી - વૃક્ષ, પથ્થરાદિથી નિર્વૃત્ત તે દ્રવ્યાગાર. (૨) ભાવાગાર - ફરી અગ શબ્દથી વિપાકકાળે પણ જીવવિપાકપણાથી શરીર-પુદ્ગલાદિમાં બાહ્ય પ્રવૃત્તિ રહિત થઈને અનંતાનુબંધી આદિથી નિર્વૃત્ત કષાય મોહનીય છે. તેમાં દ્રવ્યઅગાર પક્ષમાં. તેના નિષેધમાં અનગાર એટલે અવિદ્યમાન ગૃહ અર્થ કર્યો. ભાવાગાર પક્ષ તે અલ્પતાનો વાચક છે. તેથી સ્થિતિ, પ્રદેશ, અનુભાગથી અતિ અલ્પ કષાય મોહનીય એવો અર્થ કર્યો. કષાય મોહનીય જ કર્મ છે, કર્મની સ્થિતિ આદિભૂત તે વિરતિ સંગમ નહીં. ક્લિષ્ટતર ભાવ સંયોગથી મુક્તપણાથી જ અને ફરી કષાય મોહનીયની અતિ દુષ્ટતા જણાવવા કહેલ છે.
ભિક્ષુ - રાંધવા, રંધાવવા આદિ વ્યાપારથી અટકેલા સાધુ ભિક્ષા લે છે. તે ધર્મથી તે ભિક્ષુ છે. - X - ભાષ્યકારના વચનથી ભિક્ષુ શબ્દ ત્રિકાળ વિષયક ‘યતિ’ના પર્યાયપણે સિદ્ધ છે. - X - X - X - X -
વિશિષ્ટ કે વિવિધ નય-નીતિ તે વિનય-સાધુજન વડે આસેવિત સામાચાર. - X - દ્રવ્યથી નીચ વડે આજીવિકા રૂપ છે અને ભાવથી સાધુ આચાર પ્રતિ પ્રવણત્વ છે, તેને હું કહીશ. - X - X -.
સાંભળો શબ્દથી - X - X - ‘શિષ્યને શ્રવણ પ્રતિ અભિમુખ કરવા.’ તે અર્થ છે. આના વડે પરાંગ્મુખ હોય તો પણ પ્રતિબોધ કરતા ધર્મની વ્યાખ્યા કરવી જ એમ જણાવેલ છે તથા વાચક પણ કહે છે કે – એકાંત હિત શ્રવણથી શ્રોતાને ધર્મ થાય છે, પણ અનુગ્રહ બુદ્ધિથી કહેતા વક્તાને તો એકાંતે ધર્મ થાય છે. - X - પદાર્થ કહ્યા. તેના અભિધાનથી સામાસિક પદ અંતર્ગત પદવિગ્રહ કહ્યો. પછી ચાલનાનો અવસર છે, તે સૂત્રાર્થગત દૂષણારૂપ છે.
સૂત્ર ચાલના - સંયોગના વિપ્રમુક્ત ક્રિયા પ્રતિ કર્તૃત્વથી સંયોગાત્. અર્થ ચાલના - વિનયને પ્રગટ કરીશ તે પ્રતિજ્ઞાન છે, - X - પ્રત્ય-વસ્થાન - શબ્દાર્થ ન્યાયથી બીજાએ કહેલ દોષના પરિહાર રૂપ છે અને તેમાં જો કે સંયોગથી વિમુક્ત થતો ભિક્ષુનું કર્મ તથા પણ કર્તૃપણાથી અહીં વિવક્ષિત છે. ઈત્યાદિ. - X - X - સંયોગનો બીજો અર્થ કહે છે - સંયોગ - કષાયાદિ સંપર્કરૂપ પણાથી અવિપ્રમુક્ત - અપરિત્યક્ત. આ સંયોગાવિપ્રમુક્તને, ઋણની જેમ - કાલાંતર ક્લેશ અનુભવ હેતુતાથી ઋણ - આઠ પ્રકારના કર્મ, તે કરે છે. શો અર્થ છે? તેવી-તેવી ગુરુવચનથી વિપરીત પ્રવૃત્તિ વડે એકઠાં કરે છે તે ઋણકાર. તે ભિક્ષુને - કષાયાદિથી વશથી જીવવીર્ય રહિતને પૌરુષઘ્ની જ ભિક્ષા, તથાવિધ ફળની નિરપેક્ષતાથી ભ્રમણશીલને વિનય પ્રગટ કરીશ. દર્શનથી ઉત્પાદિત કરીશ. આ અધ્યયન ભણનારને જ ભારે કર્મપણાથી પ્રાયઃ વિનીત-અવિનીતના ગુણ-દોષની વિભાવનાથી જ્ઞાનાદિ વિનય પરિણતિ છે. અથવા નિરુદ્ધ નય તે વિનય અર્થાત્ સદાચાર, તેને હું પ્રગટ કરીશ. કોના? ભિક્ષુના.
ભિક્ષણશીલનો અવિપરીત યોગ-સમાધિ તે સંયોગ. તેથી વિવિધ પરીષહને સહન ન કરીને ગુરુનિયોગ અસહિષ્ણુત્વ આળસ આદિ પ્રકારોથી જે પ્રકર્ષતયા મુક્ત છે, તે વિપ્રમુક્ત છે. - X - X - X -.
વિનયને પ્રગટ કરીશ, એમ કહેવાથી, વિનય આ અધ્યયનનું નામ છે, તેને પ્રગટ કરવાનું ફળ, તથા આ ઉપેય છે, આનો ઉપાય તે પ્રસ્તુત અધ્યયન છે. એ રીતે આનો ઉપાય-ઉપેય ભાવલક્ષણ સંબંધ બતાવ્યો.
હવે ‘સંયોગ’ એ આદ્ય પદને સ્પર્શ-નિક્ષેપ કરવાને કહે છે –
(નિર્યુક્તિ-૩૦ થી ૬૩ સુધી સંયોગની જ ચર્ચા છે. અમને તેમાં કંઈ જ સમજણ પડી નથી. અનુવાદ પછી પણ અભ્યાસુઓએ તજ્જ્ઞની મદદથી જ સમજવું પડે તેમ છે - તે નિશ્ચિત વાત છે.)
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati