Uttarajjhayana 21
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 21
- Language
- Gujarati
21
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૦ + વિવેચન [૧/નિર્યુક્તિ-૩૦ + વિવેચન]
‘સંયોગ’ વિષયક નિક્ષેપ - ન્યાસ છ પ્રકારે છે, આ ભેદો - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રસિદ્ધ છે.
(અહીં વૃત્તિકારશ્રીએ અતિ વિસ્તારથી ઘણાં શ્લોકોમાં નામ આદિ નયોની વ્યાખ્યા કરેલ છે. અમે તેમાંના કેટલાંક શબ્દો કે વાક્યોને જ અહીં વ્યાખ્યારૂપે રજૂ કરેલ છે. કેમકે સમગ્ર વ્યાખ્યા સમજવા ‘અનુયોગદ્વાર’ના અવગાહનની આવશ્યકતા છે. તેને સમજીને જ આ વ્યાખ્યા સમજવી સરળ બનશે, તેથી અમે સંપૂર્ણ અનુવાદ કરેલ નથી.)
– નામાદિ વિધિથી આરંભ્યા વિના તેની વ્યાખ્યા કરવી યુક્ત નથી.
– દ્રવ્ય અને પર્યાયવાદીઓએ અહીં નયોને છોડવા ન જોઈએ.
– ‘માતૃકા’ નામે ત્રણ પદ છે - ઉત્પત્તિ, વિગમ અને ધ્રૌવ્ય.
– અહીં ઉત્પત્તિ અને વિગમ એ પર્યાયવાદીનો મત છે, દ્રવ્યાર્થિક મત તે ધ્રૌવ્ય છે. આ રીતે માતૃકા નામે ત્રણ પદ છે.
– નામ કોઈ સંકેતથી કહેવાય છે, સ્થાપના નામને અનુરૂપ ક્રિયાથી અથવા બુદ્ધિથી થાય છે. તે નામ અને સ્થાપના દ્રવ્ય નિક્ષેપથી અનુવર્તિત છે અને આ દ્રવ્યાર્થિક નય ભાવ નિક્ષેપાથી જૂદો છે. નામ, સ્થાપના અને દ્રવ્ય. એ દ્રવ્યાર્થિક નયનો નિક્ષેપ છે, ભાવ એ પર્યાયાર્થિકની પ્રરૂપણા છે.
નામનય – કહે છે કે જે કારણે નામ વિના વસ્તુનું ગ્રહણ થતું નથી, તેથી નામ છે જ, તે આ પ્રમાણે કુંભ-માટીનો જ, બીજી વસ્તુનો નહીં. પ્રતીત વસ્તુથી જ તેની સ્વરૂપ પ્રતીતિ થાય છે. જેમ માટી પ્રતીત છે, તેથી કહેવાતા ઘડાનું માટી જ રૂપ થાય, તેમ પ્રતીત નામથી જ વસ્તુ ઓળખાય છે, તેના વિના જ ઓળખાય. જો નામરૂપ વસ્તુ જ ન હોય, તો તે જાણતા હોવા છતાં વસ્તુમાં સંશય આદિમાંનું કંઈ પણ સંભવે છે. નામથી અર્થની પ્રતિપત્તિ થાય.
સ્થાપનાનય – સ્થાપના તે આકાર છે. આ આકાર એ અમુક આ અર્થનું પ્રમાણ છે, નામાદિ વિના આકારને કોઈ પણ ન જાણી શકે. નામ કદાચ બીજા અર્થમાં પણ વર્તે તે શક્ય છે. પણ તેના ઉલ્લેખ છતાં આકારમાં બીજો આભાસ ન થાય. નિયત શીલ આદિ અર્થ ગ્રહણ આકાર ગ્રહણથી જ ગ્રહણ થાય. - X - X - આકાર જ મતિ શબ્દ વસ્તુ ક્રિયા ફળને જણાવે છે.
દ્રવ્યનય – જેમ નામ આદિ આકાર વિના સંવેદિત ન થાય. તેમ આકાર પણ દ્રવ્ય વિના જણાતો નથી, કેમકે બધું દ્રવ્યાત્મક છે. દ્રવ્ય જ માટી આદિની સર્વ સ્થાસક, કોશ, કુશૂલ આદિ વસ્તુ છે. - X - X - X - X - કહે છે કે દ્રવ્ય પરિમાણ માત્ર છોડીને આકારદર્શનથી શું? ઉત્પાદ અને વ્યયરહિત દ્રવ્ય નિર્વિકાર જ છે. - X - X -.
ભાવનય – અહીં સમ્યક્ રીતે વિચારતા માત્ર ભાવ જે બાકી રહે છે. પૂર્વાપર વિચારણા વિના, જે કારણે તેનું જ દર્શન છે. તેથી કહે છે – ભાવ એટલે પર્યાય. દ્રવ્ય તે રૂપ જ છે. - X - X - X - પ્રતિ સમય ઉદય અને વ્યય સ્વરૂપ સ્વયં થવાથી જ તેને ભાવ કહેવાય છે. - X - X - X - X -
હવે આનો પરમાર્થ કહે છે – આ ઘડો છે, તે નામ કહ્યું. પૃથુ અને બુધ્નાદિથી આકૃતિ છે. માટી રૂપ દ્રવ્ય, તેના હોવાથી ભાવ. એ પ્રમાણે ચારે ભેદ કહ્યા. તેમાં પણ નામ વિના આકાર કે આકાર વિના નામ નથી. તે બંને વિના અન્યોન્યની ઉત્તર સંસ્થિતિ નથી. જેમ મોરના ઈંડાના રસમાં જે નીલ આદિ વર્ણો રહેલા છે તેમ બધાં જ અન્યોન્ય-ઉન્મિશ્ર નામાદિ ઘટમાં રહેલા છે. - X - ‘ઘડો’ આદિના નામાદિ ભેદરૂપથી જ ‘ઘડો’ આદિ અર્થમાં બુદ્ધિ પરિણામ ઉપજે છે. તેથી બધી વસ્તુની નામ આદિ ચાર રૂપતા છે. - X - X - પ્રસંગથી આટલું કહ્યું. હવે નિર્યુક્તિ-કારને અનુસરે છે –
તેમાં નામ, સ્થાપના, આગમથી-નોઆગમથી અને જ્ઞ-શરીર ભવ્યશરીર રૂપ દ્રવ્ય સંયોગ સુગમ છે. તદ્વ્યતિરિક્ત દ્રવ્ય સંયોગને જણાવવા માટે કહે છે – દ્રવ્યથી કે દ્રવ્યનો સંગત યોગ તે સંયોગ. સંયોગનું દ્વૈવિધ્ય કહે છે. સંયુક્ત જ સંયુક્તક - અન્યથી સંશ્લિષ્ટ, તેનો સંયોગ - વસ્તુ અનંતર સંબંધને સંયુક્તક સંયોગ જાણવો. ઈતરેતર સંયોગ, આ જ દ્વિવિધ સંયોગ છે. વિસ્તારાર્થ જણાવવા ભેદ વડે કહે છે –