Pramāṇa · Search · About · API

Uttarajjhayana 237

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 237

Language
Gujarati

237

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૨૦ + વિવેચન [૨/નિર્યુક્તિ-૧૨૦ + વિવેચન]
આ નિર્યુક્તિનો ભાવાર્થ વૃત્તિકાર સંપ્રદાયથી આ પ્રમાણે કહે છે – ઉજ્જૈનીમાં બહુશ્રુત એવા કાલક નામે આચાર્ય હતા. તેમના કોઈપણ શિષ્ય ભણવા ઈચ્છતા ન હતા. તેના શિષ્યનો શિષ્ય બહુશ્રુત હતો, તેનું સાગરક્ષપણ નામ હતું. તે સુવર્ણભૂમિમાં જઈને વિચારતા હતા. પછી કાલક આચાર્ય પલાયન થઈને તે સુવર્ણભૂમિમાં ગયા. તેણે સાગર-ક્ષપણને અનુયોગ કહ્યો. પ્રજ્ઞા પરીષહથી તેણે સહન ન કર્યું. તે બોલ્યા કે હે વૃદ્ધ! આ તમારો શ્રુતસ્કંધ ગયેલ છે? તેણે કહ્યું - ગયેલ છે તો સાંભળો, તે સાંભળવામાં પ્રવૃત્ત થયા. - X -
તેના શિષ્યો સુવર્ણભૂમિથી પછી નીકળ્યા. જતાં એવા વૃંદને લોકો પૂછે છે કે - આના આચાર્ય કોણ છે? તેમણે કહ્યું - કાલકાચાર્ય. લોક પરંપરાથી તે વૃત્તાંત આગળ વધતાં સાગર શ્રમણને પણ સંપ્રાપ્ત થયો કે કાલકાચાર્ય આવી રહ્યા છે. સાગર શ્રમણે કહ્યું - હે વૃદ્ધ! સાંભળ્યું? મારા દાદા ગુરુ પધારે છે? કાલકાચાર્યએ કહ્યું - ખબર નહીં, મેં પણ સાંભળેલ છે.
સાધુઓ પધાર્યા, સાગરશ્રમણ ઊભો થયો. તે સાધુઓએ તેને પૂછ્યું - કોઈ ક્ષમાશ્રમણ અહીં આવેલ છે? પછી સાગરશ્રમણ શંકિત થઈને બોલ્યો - કોઈ એક પરમ વૃદ્ધ આવેલ છે. પણ બીજા કોઈ ક્ષમાશ્રમણને જાણતો નથી. પછી તે કાલકાચાર્યને ખમાવે છે, ‘મિચ્છામિ દુક્કડં’ આપીને કહે છે - મેં આપની આશાતના કરી.
પછી તેણે પૂછ્યું - હું કેવું વ્યાખ્યાન કરું છું. કાલકાચાર્યએ કહ્યું - સુંદર. પરંતુ ગર્વ ન કર. કોણ જાણે છે, કોને કયું આગમ છે? પછી ધૂલી જ્ઞાતથી કર્દમ પિંડ વડે દૃષ્ટાંત આપે છે. જેમ સાગર શ્રમણે કર્યું, તેમ (પ્રજ્ઞા ઉત્કર્ષ) કરવો ન જોઈએ.
તે આર્ય કાલક પાસે શક્રએ આવીને નિગોદ જીવનું સ્વરૂપ પૂછેલ, આર્યરક્ષિતની માફક જ બધું કહેવું.
આ પ્રજ્ઞાના સદ્ભાવને આશ્રીને ઉદાહરણ કહ્યું. તેના અભાવે સ્વયં સમજી લેવું. હવે પ્રજ્ઞાના જ્ઞાન વિશેષ રૂપત્વથી તેના વિપક્ષરૂપ અજ્ઞાનનો પરીષહ કહે છે. તે પણ અજ્ઞાનભાવ અને અભાવ વડે બે ભેદે છે, તેમાં ભાવપક્ષને આશ્રીને આ કહે છે –

Linked texts (1)