Pramāṇa · Search · About · API

Uttarajjhayana 245

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 245

Language
Gujarati

245

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૨૪ + વિવેચન [૨/નિર્યુક્તિ-૧૨૪ + વિવેચન]
જેના વડે ભિક્ષામાં બલિને હું આપું છું, જેના માટે જ્ઞાતિજનોને હું પોષું છું તે મારી ભૂમિને આક્રમે છે, મને શરણથી ભય ઉત્પન્ન છે. આ નિર્યુક્તિનો ઉપનય કહે છે - ચોરના ભયથી હું આપને શરણે આવેલ છું. તમે મને આ પ્રમાણે લૂંટશો તો મને પણ શરણથી જ ભય ઉત્પન્ન થશે. આ પ્રમાણે આગળ પણ ઉપનયની ભાવના કરવી.
આચાર્યએ કહ્યું - આ અતિપંડિતવાદિક છે, તેના આભરણોને ગ્રહણ કરીને પાત્રમાં ભર્યા. પૃથ્વીકાયિક કહ્યો. હવે બીજો અપ્કાય કહે છે– તે પણ આખ્યાનક કહે છે. જેમકે – એક તાલાચર કથાકથક ‘પાટલ’ નામે હતો. તે કોઈ દિવસે ગંગાને ઉતરતા ઉપરની વર્ષાના જળથી હરાયો. તેને જોઈને લોકો આ પ્રમાણે કહે છે –

Linked texts (1)