Pramāṇa · Search · About · API

Uttarajjhayana 244

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 244

Language
Gujarati

244

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૨૩ + વિવેચન [૨/નિર્યુક્તિ-૧૨૩ + વિવેચન]
આ નિર્યુક્તિની માત્ર અક્ષર ગમનિકા આપીને વૃત્તિકારશ્રી જણાવે છે કે, આનો ભાવાર્થ વૃદ્ધ સંપ્રદાયથી જાણવો, તે આ પ્રમાણે છે– વત્સભૂમિમાં આર્ય અષાઢ નામે આચાર્ય હતા, તે બહુશ્રુત અને બહુ પરિવારવાળા હતા. તે ગચ્છમાં જે સાધુ કાળ કરે તેને નિર્યામણા કરાવતા, ભક્તપ્રત્યાખ્યાનાદિ કરાવતા. એ રીતે ઘણાંની નિર્યામણા કરાવી. કોઈ દિવસે એક આત્મીય શિષ્યને ઘણાં આદરથી કહ્યું- દેવલોકથી આવી મને દર્શન આપજે. પણ તે વ્યાક્ષિપ્ત ચિત્તત્વથી ન આવ્યો. આચાર્યને વિચાર આવ્યો- મેં ઘણાં કાળ કલેશ સહન કર્યો. પછી તે શિષ્ય એ દેવલોકમાં રહીને ઉપયોગ મૂક્યો. તેણે ગુરુને સ્વલિંગ થકી પાછા જતાં જોયા. દેવે તેમના માર્ગમાં ગામ વિકુર્વ્યુ.
નટપ્રેક્ષણ દિવ્ય પ્રભાવથી વેદતા નથી. પછી તેને સંહરીને ગામની બહાર વિજનમાં - ઉદ્યાનમાં છ બાળકોને સર્વાલંકારથી વિભૂષિત વિકુર્વ્યા, જેથી સંયમની પરીક્ષા થઈ શકે. તે બાળકોને આચાર્યએ જોયા.
આચાર્યને થયું કે - જો હું બાળકોના આભૂષણો લઈ લઉં તો સુખેથી જીવનને પસાર કરી શકીશ. તેણે એક પૃથ્વી બાળકને કહ્યું - આભરણ લઈ આવ. તેણે કહ્યું - ભગવન્‌! ત્યાં સુધી મારું એક આખ્યાનક સાંભળો. પછી આભરણો ગ્રહણ કરી લેજો. આચાર્યએ કહ્યું - સાંભળું છું. તે બાળક બોલ્યો - એક કુંભાર હતો, તે માટી ખોદતાં કિનારે આક્રાંત થયો. તે બોલ્યો -

Linked texts (1)