Pramāṇa · Search · About · API

Uttarajjhayana 258

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 258

Language
Gujarati

258

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૩૭ + વિવેચન [૨/નિર્યુક્તિ-૧૩૭ + વિવેચન]
જે કન્યાને નવ માસ કુક્ષિમાં ધારણ કરી, જેણીના મળ અને મૂત્રનું મર્દન કર્યું. (મળ-મૂત્ર ચૂંથ્યા) તે પુત્રીઅ જ મારા પતિને હરી લીધો. એ હેતુથી જ ચોરી લીધો. શરણ જ અશરણ થયું, મને અપકારી થયા.
- અથવા - એક બ્રાહ્મણે તળાવ ખોદાવ્યું, ત્યાં જ પાળીના દેશભાગે દેવકુલ અને આરામ તૈયાર કરાવ્યા. ત્યાં તેણે યજ્ઞ શરૂ કર્યો. જ્યાં બકરીને મારી નંખાય છે. અન્ય કોઈ દિવસે તે બ્રાહ્મણ મૃત્યુ પામ્યો અને બકરારૂપે જનમ્યો. તે બકરાને તે બ્રાહ્મણના પોતાના પુત્રો વડે જ ગ્રહણ કરાયો. તે જ તળાવમાં યજ્ઞમાં મારવાને માટે લઈ જવાયો. લઈ જવાતા એવા તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પોતાની ભાષામાં તે બકરો બેં-બેં કરતો, પોતે જ વિચારે છે કે - જે મારા વડે જ મેં પ્રવર્તાવ્યો એ પ્રમાણે વિલાપ કરતાં બકરાને કોઈ એક અતિશયજ્ઞાની સાધુએ જોયો. તે સાધુ આ પ્રમાણે બોલ્યો –