Pramāṇa · Search · About · API

Uttarajjhayana 259

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 259

Language
Gujarati

259

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૩૮ + વિવેચન [૨/નિર્યુક્તિ-૧૩૮ + વિવેચન]
સ્વયં જ વૃક્ષોને તમે રોપ્યા. પોતે જ તળાવ ખોદાવ્યું. પ્રાર્થિતના પ્રાપ્તની ઉપર દેવો વડે દેવાયોગ્યની યાચના કરી. તેના વડે અવસર પ્રાપ્ત થયો. તે જ ઉપયાચિત લબ્ધક તું છે. તો પછી હે બકરા! હવે તું શા માટે બેં-બેં કર્યા કરે છે? આરટે છે. એ માગધિકાનો અર્થ છે.
ત્યારપછી તે બકરો, સાધુના કથનને સાંભળીને મૌન થઈને રહ્યો. તે બ્રાહ્મણ પુત્રોએ વિચાર્યું કે - આ પ્રવ્રજિત વડે એવું શું બોલાયું કે - જેનાથી આ બકરો મૌન થઈને રહેલો છે.
ત્યારપછી તેણે તે તપસ્વી સાધુને પૂછ્યું – ભગવન્‌! આ બકરો આપના વડે કંઈક કહેવાતા જ મૌન કેમ થઈ ગયો? સાધુએ તેને કહ્યું કે - આ જ તારો પિતા છે, કઈ રીતે જાણવું? કે જેથી મને પણ ખબર પડે. તે બકરાએ પૂર્વભવમાં પુત્રની સાથે નિધાન દાટેલ, ત્યાં જઈને બંને પગ વડે ખટ્‌ ખટ્‌ કરવા લાગ્યો. તેનાથી બ્રાહ્મણ પુત્રએ જાણીને બકરાને મુક્ત કર્યો.
સાધુને સમીપે ધર્મ સાંભળીને ભક્ત-પ્રત્યાખ્યાન કરી સ્વર્ગે ગયો.
એ પ્રમાણે તેણે ‘શરણ’ એમ સમજીને તળાવના બગીચામાં યજ્ઞ પ્રવર્તાવ્યો. તે જ અશરણ થયો.
આવા પ્રકારે અહીં સમવતાર છે - એ પ્રમાણે અમે આપના શરણમાં આવ્યા. અહીં મનુષ્ય જાતિને ત્રસના સ્મરણાર્થે આ ત્રણ ઉદાહરણ તિર્યગ્‌ જાતિના વિચારવા.
આચાર્યએ તે પ્રમાણે જ તેના પણ આભરણો ગ્રહણ કર્યા અને જલદીથી જવાને માટે માર્ગ ઉપર ચાલ્યા. ત્યાં તેણે માર્ગમાં અલંકારોથી ઉદ્ભટ એવી સાધ્વીને જોઈને, આચાર્યએ તેણીને કહ્યું –