Pramāṇa · Search · About · API

Uttarajjhayana 261

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 261

Language
Gujarati

261

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૪૦, ૧૪૧ + વિવેચન [૨/નિર્યુક્તિ-૧૪૦, ૧૪૧ + વિવેચન]
સરસવના દાણા સમાન બીજાના છિદ્રોને જુએ છે! પણ પોતાના બિલ્વફળ જેટલાં મોટાં દોષોને જાણવા છતાં જોતાં નથી. - તથા - તમે શ્રમણ છો, સંયત છો, બહિર્વૃત્તિથી બ્રહ્મચારી અને ઢેફા તથા સુવર્ણ સમવૃત્તિક છો. પણ તમારા પાત્રમાં શું છે? એ પ્રમાણે તેણી વડે આચાર્યની નિર્ભર્ત્સના કરાઈ, તેમ છતાં આગળ જાય છે. માર્ગમાં લશ્કરને આવતું જોયું. દંડિક ત્યાં ગયો, હાથીના સ્કંધ ઉપરથી ઉતરીને વંદના કરી. ભગવન્‌! પરમ મંગલ છે, કે મારા વડે સાધુનું દર્શન થયું. મારા ઉપર અનુગ્રહ કરો - પ્રાસુક અને એષણીય મોદક આદિને ગ્રહણ કરો.
આચાર્ય તે લેવા ઈચ્છતા ન હતા, ક્યાંક પાત્રમાં રહેલ આભરણો ન જોઈ જાય. તે દંડિકે પાત્ર છીનવીને લઈ લીધું. લાડવા મૂકવા ગયા. ત્યાં આભરણો જોયાં, તેના વડે આચાર્યનો તિરસ્કાર કરાયો. ફરી પણ તેણે આચાર્યને સંબોધિત કર્યા કે આપને વિપરિણામિત થવું યોગ્ય નથી. ઈત્યાદિ - X - X -.
પછી દિવ્ય દેવરૂપ કરીને ગયો. આચાર્યએ પહેલાં દર્શન પરીષહ સહન ન કરેલો, પછી કર્યો. એમ બધાં સાધુએ દર્શન પરીષહ સહન કરવો.
- X - X - X - X - ક્ષુધા આદિથી અત્યંત પીડિતને જ પરીષહ ન કરવાનું કહ્યું. તે મંદસત્ત્વને કંઈક અશ્રદ્ધાનથી સમ્યક્‌ત્વથી વિચલિતપણું પણ સંભવે છે, તેને દૃઢિકરણ કરવા દૃષ્ટાંતનું અર્થથી અભિધાન સૂત્ર-સ્પર્શક છે, તે વ્યક્ત જ છે. - X - X - હવે ઉપસંહાર કહે છે–

Linked texts (1)