Uttarajjhayana 266
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 266
- Language
- Gujarati
266
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૪૩ + વિવેચન [૩/નિર્યુક્તિ-૧૪૩ + વિવેચન]
નામ અને સ્થાપના ગૌણ છે. દ્રવ્યમાં સચિત્ત, અચિત્ત, મિશ્ર દ્રવ્યની ચાર સંખ્યાપણાથી વિવક્ષા. ક્ષેત્રમાં ચાર સંખ્યાથી પરિચ્છિન્ન આકાશ પ્રદેશો, જેમાં ‘ચાર’ વિચારાય છે. કાળમાં ચાર સમય કે આવલિકા આદિ કાળભેદો. ગણનામાં ચાર - એક, બે, ત્રણ, ચાર ઈત્યાદિ. ભાવમાં ‘ચાર’ માનુષત્વ આદિ ઓળખાવાતા ભાવો. આની વચ્ચે કોનાથી અધિકાર છે? ગણના સંખ્યાનો અહીં અધિકાર છે. - X - તેના વડે જ કહેવાનાર અંગોના ગણનાપણાથી તેમની જ ઉપયોગિતાથી કહેલ છે. હવે અંગનિક્ષેપ કહે છે –