Pramāṇa · Search · About · API

Uttarajjhayana 265

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 265

Language
Gujarati

265

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૪૨ + વિવેચન [૩/નિર્યુક્તિ-૧૪૨ + વિવેચન]
અહીં એક શબ્દનો એકત્ર નિર્દેશ છતાં પ્રકાંતપણાથી સર્વત્ર સંબંધ જોડવો, તેથી નામૈકક, સ્થાપનૈકક, દ્રવ્યૈકક, માતૃકાપદૈકક, સંગ્રહૈકક, પર્યવૈકક, ભાવૈકક એ સાત ઐકક થયા. તથા શબ્દથી બાકીનાનું પણ નિરુપચાર વૃત્તિપણાથી તુલ્યત્વ કહે છે. આની વ્યાખ્યા દશવૈકાલિકની નિર્યુક્તિ કરતાં કહેવાયેલ જ છે. સ્થાન ખાલી ન રાખવા કંઈક કહે છે –
(૧) નામૈકક - જેનું એકૈક એવું નામ છે. (૨) સ્થાપનૈકક - પુસ્તક આદિમાં રચેલ એકનો અંક. (૩) દ્રવ્યૈકક - સચિત્ત આદિ ત્રણ ભેદે છે, તેમાં સચિત્ત ઐકક તે પુરુષાદિ, અચિત્ત તે ફલકાદિ, મિશ્ર તે વસ્ત્રાદિ વિભૂષિત પુરુષાદિ. (૪) માતૃકાપદૈકક - તે ‘ઉપ્પજો ઈ વા, વિગમે ઈ વા, ધુવે ઈ વા’ જે અન્યત્ર વિવક્ષિત છે અથવા અ કારાદિ અક્ષરરૂપ માતૃકાના એકતર અ કારાદિ લેવા. (૫) સંગ્રહૈકક - જેના વડે એક ધ્વનિથી ઘણાંનો સંગ્રહ થાય, જેમ કે જાતિની પ્રધાનતાથી ‘ઘઉં.’ (૬) પર્યાયૈકક - શિવકાદિ એકક પર્યાય, (૭) ભાવૈકક - ઔદયિકાદિ ભાવોમાંનો કોઈપણ એક ભાવ. - X - X - હવે ‘ચતુષ્ક’ નો નિક્ષેપ કહે છે –

Linked texts (1)