Pramāṇa · Search · About · API

Uttarajjhayana 289

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 289

Language
Gujarati

289

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૭૨ + વિવેચન [૩/નિર્યુક્તિ-૧૭૨ + વિવેચન]
આ નિર્યુક્તિનો સંપ્રદાયથી ભાવાર્થ વૃત્તિકાર આ પ્રમાણે કહે છે – ભગવંત મહાવીર સિદ્ધિમાં ગયા પછી ૫૪૪ વર્ષે આ ત્રૈરાશિક મતની ઉત્પત્તિ થઈ. (કલ્પસૂત્ર વ્યાખ્યાનમાં પણ આ કથા છે.)
અંતરંજિકા નામે નગરી હતી. ત્યાં ભૂતગૃહ નામે ચૈત્ય હતું. ત્યાં શ્રીગુપ્ત નામે આચાર્ય રહેલા હતા. ત્યાં બલશ્રી નામે રાજા હતો. વળી તે શ્રીગુપ્ત સ્થવિરને રોહગુપ્ત નામે શિષ્ય હતો. તે અન્ય ગામે રહેલો હતો. પછીથી તે ત્યાં અંતરંજિકામાં આવેલો હતો.
ત્યાં એક પરિવ્રાજક તેના પોતાના પેટ ઉપર લોઢાના પટ્ટ બાંધીને હાથમાં જંબૂશાખા લઈને ફરતો હતો. કોઈ પૂછે કે શું વેશ કાઢ્યો છે? તો તે કહેતા કે જ્ઞાન વડે મારું પેટ ફાટી જાય છે. તેથી મેં પેટ ઉપર લોઢાનો પટ્ટો બાંધેલ છે અને જંબૂની શાખા એટલે હાથમાં લઈને ફરું છું. કેમકે જંબૂદ્વીપમાં કોઈ મારો પ્રતિવાદી નથી.
ત્યારે તે પરિવ્રાજકે પડહો વડગાવ્યો - પરપ્રવાદી શૂન્ય થઈ ગયા છે તેથી લોકોએ તેનું ‘પોટ્ટશાલ’ એ પ્રમાણે નામ કર્યું. પછી તેને રોહગુપ્તે રોક્યો. પડહો વગાડવો બંધ કરો. હું આની સાથે વાદ કરીશ.
એ પ્રમાણે પ્રતિષેધ કરીને રોહગુપ્તે આચાર્ય પાસે જઈને તે વૃત્તાંત જણાવ્યો. આ પ્રમાણે મેં પડહને રોકેલ છે. આચાર્યએ કહ્યું – તેં ખોટું કર્યું, તે વિદ્યાબલિ છે, વાદમાં પરાજિત થવા છતાં વિદ્યા વડે જીતી તેને આ સિદ્ધ વિદ્યા પોટ્ટશાલના પ્રતિપક્ષે આપી.

Linked texts (1)