Pramāṇa · Search · About · API

Uttarajjhayana 296

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 296

Language
Gujarati

296

‘ઉત્તરાધ્યયન’ ભાષ્ય–૧, ૨ + વિવેચન [૩/ભાષ્ય-૧, ૨ + વિવેચન]
સ્વ-વિતર્ક રૂપ પ્રરૂપિત, બોટિક એવા આ ચારિત્ર રહિતતા વડે મુંડ માત્રત્વથી શિવભૂતિ તે બોટિક શિવભૂતિ અને તે ઉત્તરા તેની બહેન હતી. આ બોટિક શિવભૂતિ અને ઉત્તરા વડે આ અનંતરોક્ત મિથ્યાદર્શન રથવીરપુરમાં ઉત્પન્ન થયું. બોટિક શિવભૂતિથી બોટિક લિંગની ઉત્પત્તિ થઈ છે. તેમાં કૌંડિન્ય અને કોટ્ટવીર એ બંને પરંપરા - અવ્યવચ્છિન્ન શિષ્ય-પ્રશિષ્ય સંતાનરૂપ. તેનો સ્પર્શ જેમાં છે, તે પરંપરા સ્પર્શ જે રીતે થાય તે ઉત્પન્ન થયા. આના વડે કૌંડિન્ય અને કોટ્ટવીરથી બોટિક સંતાનની ઉત્પત્તિ કહી.
આટલા ગ્રંથ વડે શ્રદ્ધાલુ દુર્લભત્વ કહ્યું. આના સમ્યક્‌ત્વ રૂપત્વ અને સમ્યક્‌ત્વ પૂર્વકત્વથી સંયમનું આના વડે દુર્લભત્વ કહેવાયું છે તેમ જાણવું. તથા ચાર અંગો આ વ્યાખ્યાનમાં ચાર અંગો વડે હિત, તેના સ્વરૂપ વર્ણન વડે ‘ચતુરંગીય’ એ પ્રમાણે વ્યુત્પત્તિ સુજ્ઞાના હોવાથી નિર્યુક્તિકારે દેખાડેલ નથી. નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો.
હવે સૂત્રાનુગમમાં અસ્ખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહેવું જોઈએ –

Linked texts (1)