Pramāṇa · Search · About · API

Uttarajjhayana 326

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 326

Language
Gujarati

326

વિવેચન–૧૧૨, ૧૧૩
ક્ષેત્ર - જેમાં નિવાસ થાય છે તે, ગામ બગીચા આદિ. વાસ્તુ - જેમાં વસે છે તે, ખાત ઉચ્છ્રિત ભયરૂપ. હિરણ્ય - સુવર્ણ, રૂપું આદિ. પશુ - અશ્વ આદિ, દાસ - જેને દેવાય તે, પોષ્ય વર્ગ રૂપ. પૌરુષેય - પદાતિનો સમૂહ તે દાસપૌરુષેય. અહીં ચાર સંખ્યા કઈ રીતે કહી? (૧) ક્ષેત્ર - વાસત્, (૨) હિરણ્ય, (૩) પશુ, (૪) દાસપૌરુષ. કામના કરાય તે કામ - મનોજ્ઞ શબ્દાદિ, તેનો હેતુ, તે સ્કંધ - પુદ્ગલ સમૂહ, તેથી કામસ્કંધ જ્યાં હોય છે તે. તેવા કુળોમાં જન્મે છે. આના વડે એક અંગ કહ્યું. બાકીના નવ અંગો કહે છે –
મિત્ર - સાથે ધૂળમાં રમેલ, જ્ઞાતિ - સ્વજન હોય છે, જેના તે જ્ઞાતિવાળા હોય છે. ઉચ્ચ - લક્ષ્મી આદિનો ક્ષય છતાં પૂજ્યતાથી. ગોત્ર - કુળ. વર્ણ્ણ - શ્યામ આદિ સ્નિગ્ધત્વાદિ ગુણોથી પ્રશસ્ય વર્ણવાળો. નીરોગ - આતંક રહિત. મહાપ્રજ્ઞ - પંડિત, અભિજાત - વિનીત, તે જ બધાં લોકોને અભિગમને યોગ્ય થાય છે. દુર્વિનીતને તેમ ન થાય. તેથી જ યશસ્વી. બલિ - કાર્ય કરવા પ્રતિ સામર્થ્યવાળો. અથવા શરીરના સામર્થ્યથી બળવાન.
આવા પ્રકારના ગુણોથી યુક્તને માનુષત્વ જ ફળ મળે શું?

Linked texts (2)