Uttarajjhayana 345
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 345
- Language
- Gujarati
345
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૯૩, ૧૯૪ + વિવેચન [૪/નિર્યુક્તિ-૧૯૩, ૧૯૪ + વિવેચન]
હવે ઉત્તરકરણ તે શરીરકરણ અને પ્રયોગ નિષ્પન્ન છે. તેના ભેદો અનેકવિધ છે, સંક્ષેપથી ચાર ભેદે છે. તે વાત અહીં કહે છે – મૂલ પ્રયોગકરણ પછી ઉત્તર પ્રયોગકરણ કહે છે. તે કઈ રીતે? શરીરકરણ, તે તે ક્રિયા પ્રતિ સાધકતમપણાથી શરીર કરણ, તેનો પ્રયોગ - વીર્યાન્તરાયના ક્ષયોપશમ જ જીવ વીર્ય જનિત વ્યાપાર, તેનાથી નિષ્પન્ન શરીરકરણ પ્રયોગ નિષ્પન્ન, તેથી જ શરીર નિષ્પત્તિની અપેક્ષાથી આનું ઉત્તરત્વ કહેવું. તે ઉત્તરકરણ, ભેદને આશ્રીને અનેક પ્રકારે છે.
તાત્પર્ય – સંસારીના કાર્યો વિસદૃશ રૂપે ઘણાં દેખાય છે. તેથી તેના સાધનો વડે પણ ઘણાં કરણો વડે થાય છે. તેને વિસ્તારથી કહેવા શક્ય નથી, તેથી ચાર ભેદે કહે છે. તે સંક્ષેપથી ચાર ભેદના નામો આ પ્રમાણે છે – સંઘાતનાકરણ, પરિશાટનાકરણ, મિશ્રકરણ અને તેનો પ્રતિષેધ - સંઘાતના પરિશાટના શૂન્ય. તેના ચાર ઉદાહરણ - પટ અર્થાત્ વસ્ત્રમાં સંઘાતન, શંખમાં પરિશાટના, શકટ - ગાડામાં ઉભય છે તથા ઠુંઠામાં તે બંનેનો અભાવ છે. - X - X - X - હવે અજીવ પ્રયોગ કરણ –