Pramāṇa · Search · About · API

Uttarajjhayana 344

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 344

Language
Gujarati

344

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૯૨ + વિવેચન [૪/નિર્યુક્તિ-૧૯૨ + વિવેચન]
સંઘાતન - ઔદારિકાદિ પુદ્ગલોનું તૈજસ - કાર્મણ પુદ્ગલોની સાથે સંયુજ્યમાનપણું, તેમા આત્માનું તે પુદ્ગલ ગ્રહણાત્મિક તેની અનુકૂળ ક્રિયામાં વર્તનરૂપ પ્રયોજકત્વ તે સંઘાતના, પરિશાટના તે - ઉક્ત પુદ્ગલોનું પૃથક્‌ થવું. ઉભય એટલે સંઘાતના પરિશાટના કરણ બંને લેવા. તે ઔદારિકાદિ પહેલાં ત્રણમાં હોય. પણ તૈજસ અને કાર્મણમાં વિદ્યમાન નથી. - X - X - X - X - સંઘાતના, પ્રથમ ઉત્પદ્યમાન જીવને ઔદારિકાદિમાં વર્ણવાય છે, તૈજસ અને કાર્મણમાં નહીં. કેમકે આ બંનેનું પ્રથમથી ઉપાદાન અસંભવ છે. - X - પરિશાટના શૈલેશીના ચરમ સમયમાં હોય છે. પ્રતિ સમય સંઘાતના - પરિશાટના બંને સંભવે જ છે. કાલાંતરાદિમાં ત્રણે અર્થાત્‌ સંઘાતના, પરિશાટના અને ઉભયનું કાળ-અંતર સામાયિક અધ્યયનમાં નિર્દેશ કરેલ છે તે જાણવું.
આ પ્રમાણે અતિદેશ કરાયા છતાં નિર્યુક્તિકાર, શિષ્યોના અનુગ્રહાર્થે સંપ્રદાયથી કહે છે, તે આ પ્રમાણે છે – આ ત્રણે કરણો કાળથી માર્ગણા કરાય છે - તેમાં ઔદારિક સંઘાતકરણ એક સમયનો છે. તે પ્રથમ સમય ઉત્પન્નને છે. જીવ ઉત્પન્ન થતો પહેલાં સમયે ઔદારિક શરીર પ્રાયોગ્ય દ્રવ્ય ગ્રહણ કરે છે. પછી કંઈ પણ મૂકતો નથી. પરિશાટન પણ સમયનું છે, મરણકાળ સમયે એકાંતથી મૂકે છે પણ ગ્રહણ કરતો નથી. મધ્યકાળમાં કંઈક ગ્રહણ કરે છે- કંઈક મૂકે છે. જઘન્યથી ક્ષુલ્લક ભવગ્રહણ ત્રણ સમય ન્યૂન, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ સમય ન્યૂન.
(અહીંથી આગળ વૃત્તિકારે ૧૩ ગાથાઓ મૂકેલી છે. તેમાં આ સંઘાતના સમય, તેનો સર્વ જઘન્ય સ્થિતિ કાળ, ઉત્કૃષ્ટ કાળ, સંઘાત અને શાટના, ઈત્યાદિ ઘણી વિગતો આપેલ છે. અમે તેનો અનુવાદ અત્રે રજૂ કરેલ નથી. વળી ક્ષુલ્લક ભવગ્રહણને આશ્રીને ઔદારિક આદિ ત્રણે શરીરના સર્વ શાટના અંતરના વિષયમાં નિશ્ચય નય, વ્યવહાર નય ઈત્યાદિ મતો પણ પ્રગટ કરેલાં છે. આ બધું પૂર્વાપર સંબંધવાળું અને તે વિષયના નિપુણ જ્ઞાતા વડે જ સમજાય તેમ હોવાથી આ સંપૂર્ણ વૃત્તિનો અનુવાદ અમે છોડી દીધેલ છે. પૂજ્ય ભાવવિજયજીની ટીકામાં તો તેનો ઉલ્લેખ પણ નથી.)
એ પ્રમાણે જીવનું મૂલ પ્રયોગકરણ કહ્યું, હવે ઉત્તર પ્રયોગકરણને નિર્યુક્તિકાર બે નિર્યુક્તિ વડે કહે છે –

Linked texts (1)