Pramāṇa · Search · About · API

Uttarajjhayana 347

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 347

Language
Gujarati

347

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૯૬ + વિવેચન [૪/નિર્યુક્તિ-૧૯૬ + વિવેચન]
નિત્યત્વથી ક્ષેત્રનું કરણ સાથે જતું નથી, તો કઈ રીતે ક્ષેત્ર કરણ સંભવે છે? તે કહે છે – આકાશ વિના નિર્વર્ત્ય થતું નથી. જેથી અલ્પ પણ દ્વિ-અણુક સ્કંધ આદિ, તેથી તેના પ્રાધાન્યથી દ્રવ્યકરણ પણ ક્ષેત્રકરણ કહેવાય છે - X - X - ક્ષેત્ર શબ્દ આકાશનો વાચ્ય છે. તથા પર્યાય શબ્દત્વથી આ બંનેનું આ અભિધાન અદુષ્ટ જ છે અને તે વ્યંજન - શબ્દ, તેનો પર્યાય - અન્યથા થવું તે વ્યંજન પર્યાય છે. તેને પ્રાપ્ત. - X - ઈક્ષુ ક્ષેત્ર કરણાદિ બહુ પ્રકારે છે. - X - સંપ્રદાયથી કહે છે કે – વ્યંજન પર્યાય પ્રાપ્ત જે ક્ષેત્રનો અભિલાપ કરાય છે, તે આ પ્રમાણે – ઈક્ષુ ક્ષેત્ર કરણ, શાલિ ક્ષેત્ર કરણ, તલ ક્ષેત્ર કરણ ઈત્યાદિ. અથવા જે ક્ષેત્રમાં કરણ કરાય કે વર્ણવાય છે, તે ક્ષેત્રકરણ.
હવે કાલકરણ કહે છે –