Pramāṇa · Search · About · API

Uttarajjhayana 367

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 367

Language
Gujarati

367

વિવેચન–૧૨૧
સૂતેલા - દ્રવ્યથી ઊંઘતા અને ભાવથી ધર્મ પ્રતિ અજાગૃત એવા - X - સૂતેલા પણ અને જાગતા પણ શું? પ્રતિબુદ્ધ - દ્રવ્યથી જાગતા અને ભાવથી યથાવસ્થિત વસ્તુ તત્ત્વના અવગમથી જીવવાનો - પ્રાણ ધારણનો સ્વભાવ જેનો છે તેવા પ્રતિબુદ્ધજીવી તેઓ સૂતા હોવા છતાં અવિવેકી-ગતાનુગતિકપણાથી ન સૂતેલા. પરંતુ પ્રતિબુદ્ધ એવા જ યાવજ્જીવ રહે, તેમાં દ્રવ્ય નિદ્રાના પ્રતિષેધમાં અગડદત્તનું દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે –
ઉજ્જૈનીમાં જિતશત્રુ રાજા, અમોદ્યરથ નામે રથિક, તેની યશોમતી નામે પત્ની અને તેને અગડદત્ત નામે પુત્ર હતો. અગડદત્ત નાનો હતો ત્યારે જ તેના પિતા મૃત્યુ પામ્યા. તેણે પોતાની વારંવાર રડતી માતાને રડવાનું કારણ પૂછ્યું ત્યારે તેણીએ કહ્યું કે આવા અમોદ્ય પ્રહારી રથિક તારા પિતા હતા. ત્યારે અગડદત્તે પૂછ્યું કે, એવું કોઈ છે કે જે મને આ વિદ્યા શીખવે? માતાએ કહ્યું કે કૌશાંબીમાં દૃઢપ્રહારી નામે તારા પિતાનો મિત્ર છે. તે શીખવી શકે. અગડદત્ત કૌશાંબી ગયો. તેણે દૃઢપ્રહારી આચાર્યને જોયા.
ત્યારપછી તેમણે પોતાનો પુત્રવત્‌ ગણી અગડદત્તને બધી વિદ્યાકળાઓ શીખવી. કોઈ દિવસે ગુરુજનની અનુજ્ઞા લઈને પોતાની શિક્ષાનું દર્શન કરાવવા રાજકુળે ગયો. ત્યાં તેની કળા જોઈને બધાં હૃતહૃદયી થઈ ગયા. ત્યારે રાજાએ કહ્યું, બોલ તારે શું જોઈએ છે? જે આપ આપો.
રાજાએ કહ્યું કે, પૂર્વે અહીં સંધિછેદકો હતા. અત્યારે પણ દ્રવ્યનું હરણ, ચોરી આદિ થાય છે. માટે તું આ નગરનું રક્ષણ કર. પણ સાત અહોરાત્રમાં ચોરના સ્વામીને પકડી લાવવાનો નિર્ણય કર્યો. રાજાએ પણ તે વાત સ્વીકારી. ત્યારે અગડદત્ત ખુશ થતો નીકળ્યો. તેણે વિચાર્યું કે, આવા ચોર આદિ લોકો વિવિધ - છદ્મવેશે ભટકતા હોય છે, તો હું એવા સ્થાને તેમની તલાશ કરું.
ત્યાંથી નીકળીને કોઈ શીતળ છાયાવાળા વૃક્ષની નીચે દુર્બળ મલિન વસ્ત્ર ધારણ કરી, ચોરને પકડવાનો ઉપાય વિચારવા લાગ્યો. તે જ વૃક્ષની છાયામાં કોઈ પરિવ્રાજક પણ પ્રવેશ્યો. તેના લક્ષણો જોઈને અગડદત્તને થયું કે નક્કી આ ચોર જણાય છે. તે પરિવ્રાજકે તેને પૂછ્યું, તમે કોણ છો? કયા નિમિત્તે ફરી રહ્યા છો? અગડદત્તે કહ્યું કે હું ઉજ્જૈનીનો છું, સંપત્તિ ખલાસ થઈ જતાં ભટકી રહ્યો છું. ત્યારે તેણે કહ્યું કે, હું તને વિપુલ ધન આપીશ.
ત્યારપછી રાત્રિ પડી. તે પરિવ્રાજકે ત્રિદંડનું શસ્ત્ર બનાવ્યું અને બોલ્યો કે, હું નગરમાં જઈ રહ્યો છું. ત્યારે સાશંક એવો અગડદત્ત તેની પાછળ ચાલ્યો. તેને થયું કે આ જ તે ચોર છે. પછી તે પરિવ્રાજકે કોઈ પુન્યવાનના શ્રીભવનમાં સંધિ છેદ કરીને ગયો. અનેક ભાંડાદિથી ભરેલ પેટીઓ કાઢી, ત્યાં તે સ્થાપીને ગયો. અગડદત્તે તેનો પીછો કર્યો. તેટલામાં તે પરિવ્રાજક દેવકુલેથી દરિદ્ર પુરુષોને લઈને આવ્યો. તે બધી પેટીઓ ગ્રહણ કરી. નગરથી નીકળી ગયા. પછી પરિવ્રાજકે અગડદત્તને કહ્યું કે અહીં જિર્ણોદ્યાનમાં થોડી નિદ્રા લઈએ, પછી નીકળીશું.
જ્યારે દરિદ્ર પુરૂષો સૂઈ ગયા ત્યારે પરિવ્રાજક અને અગડદત્ત બંને શય્યામાં ઉંઘવાનો ડોળ કરવા લાગ્યા. અગડદત્ત ધીમેથી ઉઠીને વૃક્ષની છાયામાં સંતાઈ ગયો. દરિદ્ર પુરુષોને નિદ્રાવશ જાણી તે પરિવ્રાજકે તેમને મારી નાંખ્યા. અગડદત્તને ત્યાં ન જોતા શોધવા લાગ્યા. તેણે પરિવ્રાજકને એક જ પ્રહારથી પાડી દીધો. પછી તેના કહેવા પ્રમાણે સ્મશાનમાં પશ્ચિમ ભાગે ગયો. ત્યાં પરિવ્રાજકની બહેન હતી. તેણીને પરિવ્રાજકની તલવાર આદિ નિશાની દેખાડી. પછી ચૂપચાપ તેણીનું ચરિત્ર જોવા લાગ્યો. તેણીએ અગડદત્તને વિશ્રામ લેવા કહ્યું.
ત્યારે અગડદત્ત તે શય્યામાંથી પ્રચ્છન્નપણે ખસી ગયો. તેણીએ પહેલાંથી રાખેલી શીલા ત્યાં પછાડીને કહ્યું કે હાશ! મારા ભાઈનો હત્યારો ખતમ થઈ ગયો. અગડદત્તે બહાર નીકળીને તેણીને વાળ વડે પકડી લીધી. તેણીને પકડીને રાજગૃહે લઈ ગયો. પછી રાજઋદ્ધિ પામ્યો.
આ પ્રમાણે બીજા પણ અપ્રમત્ત આ લોકોમાં જ કલ્યાણભાગી થાય છે.
દ્રવ્ય સુખોમાં પ્રતિબુદ્ધજીવીનું દૃષ્ટાંત કહ્યું.
ભાવસુપ્તોમાં તપસ્વી, તેઓ મિથ્યાત્વ આદિ મોહિત છતાં પણ લોકોમાં યથાવત્‌ અવગમપૂર્વક જ સંયમ જીવિતને ધારણ કરે છે. આવાઓનું શું કરવું, તે કહે છે – પ્રમાદમાં વિશ્વાસ ન કરવો. અહીં શું કહેવા માંગે છે? બહુજન પ્રવૃત્તિ દર્શનથી આ બધાં અનર્થકારી હોવાથી તેઓ વિશ્રુંભવાન થતાં નથી.
આશુ - શીઘ્ર ઉચિત કર્તવ્યમાં પ્રયત્ન કરવો જોઈએ. પ્રજ્ઞા - બુદ્ધિ, જેની છે તે ‘આશુપ્રજ્ઞ’ આશુપ્રજ્ઞથી શું? ઘોર એટલે કે નિરનુકંપ, સતતપણે પ્રાણીના પ્રાણનું અપહરણ કરવાથી અનુકંપા રહિત. આ કોણ છે? મુહૂર્ત્ત એટલે કાળવિશેષ. કદાચિત્‌ શારીર બળથી ઘોર. - X - બળ રહિત, મૃત્યુદાયી, મૃત્યુ પ્રતિ સામર્થ્યવાન નહીં.
એ પ્રમાણે છે, તો શું કરવું જોઈએ તે કહે છે – જેના વડે પડે તે પક્ષ, તે જેને છે તે પક્ષી, ભારંડ એવું એક પક્ષી તે ભારંડ પક્ષી. તે જેમ અપ્રમત્ત ચરે છે, તે પ્રમાણેનું પણ પ્રમાદ રહિત થઈને વિચર. અર્થાત્‌ વિહિત અનુષ્ઠાનનું તું આસેવન કર. અન્યથા જેમ આ ભારંડપક્ષીના પક્ષ સિવાય સહ અંતર્વર્તીના સાધારણ ચરણના સંભવથી સ્વલ્પ પણ પ્રમાદથી અવશ્ય જ મૃત્યુ થાય છે. તે પ્રમાણે તું પણ સંયમ જીવિતથી ભ્રંશ જ પ્રમાદથી થાય છે. ૦ આ અર્થને જ સ્પષ્ટ કરતાં કહે છે –

Linked texts (2)