Pramāṇa · Search · About · API

Uttarajjhayana 409

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 409

Language
Gujarati

409

વિવેચન–૧૩૧
બાલ - સત્‌ અને અસત્‌ના વિવેકથી રહિતપણાથી તેઓને અકામ મરણ જ વારંવાર થાય છે. તેઓ વિષયની આસક્તિથી મરણને ન ઈચ્છતા જ મરે છે. ત્યારપછી ભવ અટવીમાં ભટકે છે. પંડિત - ચારિત્રવાનને અભિલાષા સહિત વર્તે છે, તેથી સકામ મરણ - મરણ પ્રતિ સંત્રસ્ત પણા વિના વર્તે છે. તેથી તેમને ઉત્સવ રૂપપણાથી તેવા પ્રકારનું મરણ થાય છે. તેથી વાચકવર આ પ્રમાણે કહે છે –
સંચિત તપોધનવાળાને, નિત્ય વ્રત-નિયમ-સંયમરતોને, અનપરાધ વૃત્તિવાળાને મરણ ઉત્સવભૂત માનેલ છે. પરમાર્થથી તેમને સકામત્વ હોતું નથી. કેમકે મરણની અભિલાષાનો પણ નિષેધ કરેલ છે. કહ્યું છે કે – ‘હું લાંબું જીવું કે જલદી મરું’ એવી વિચારણા ન કરે, જો અપાર એવા મહોદધિ સંસારને તરી જવા ઈચ્છતો હોય તો. તે ઉત્કર્ષને અનુલક્ષીને કેવલી સંબંધી છે, પણ અકેવલી તો સંયમ જીવિતને લાંબું થાય તેમ જ ઈચ્છે, કેમકે મુક્તિની પ્રાપ્તિ અહીંથી જ થાય છે. કેવલી તો તે પણ ન ઈચ્છે. ભવજીવિત તો દૂર રહ્યું તેના મરણમાં પણ ઉત્કૃષ્ટથી ‘સકામતા’ એક જ વાર છે. જઘન્યથી બાકીના ચારિત્રીને સાત કે આઠ વાર થાય તેમ કહેલ છે.
ઉક્ત બે સ્થાનમાં આદ્ય સ્થાન કહે છે –

Linked texts (2)