Pramāṇa · Search · About · API

Uttarajjhayana 411

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 411

Language
Gujarati

411

વિવેચન–૧૩૨ થી ૧૩૪
તે અકામ મરણ અને સકામ મરણ નામક સ્થાન મધ્યે હવે કહેવાનાર રૂપ આદ્યસ્થાન, ચરમ તીર્થંકર મહાવીર એવા મહાપ્રજ્ઞએ પ્રરૂપેલ છે. તે શું છે? ઈચ્છા મદનરૂપ અભિકાંક્ષાવાળા કામગૃદ્ધ બાલ-અજ્ઞાનીજન અતિ રૌદ્ર કર્મો - હિંસા આદિ કરે છે - ક્રિયા વડે નિર્વર્તે છે. સમર્થ હોય કે અસમર્થ પણ ક્રૂરતાથી તંદુલ મત્સ્યવત્‌ મનથી કરીને અને પ્રક્રમથી અકામ જ મરે છે. આ જ ગ્રહણક વાક્યને વિસ્તારતા કહે છે –
જે કોઈ ગૃદ્ધ, કામના કરાય તે કામ, ભોગવાય તે ભોગ, તેવા કામભોગો, તે અભિલષણીય શબ્દાદિમાં અથવા કામ - શબ્દ, રૂપભોગ - સ્પર્શ, રસ, ગંધ, આ કામભોગોમાં - X - કોઈ ક્રૂરકર્મીની મધ્યે કૂટ - પ્રભૂત પ્રાણીની યાતના હેતુપણાથી નરક, જેમ કૂટમાં પડેલ મૃગ અનેકવાર હણાય છે, એ પ્રમાણે નરકમાં પડેલ પ્રાણી પરમાધાર્મિકો વડે હણાય છે. - X - અથવા જે ગૃદ્ધ કામભોગોમાં અર્થાત્‌ સ્ત્રી સંગમાં અને ધૂમ્રવિલેપન આદિમાં તે સુહૃદાદિ સહાય રહિત કૂટ પ્રતિ જાય છે. અથવા કૂટ - દ્રવ્યથી અને ભાવથી છે. તેમાં દ્રવ્યથી મૃગાદિ બંધન, ભાવથી મિથ્યાભાષણ આદિ. તે તરફ જાય છે. તે જ માંસાદિ લોલુપતાથી મૃગાદિ બંધનના આરંભે છે અને મિથ્યા ભાષણાદિના સેવનથી, પ્રેરિત થઈને કેટલાંક બોલે છે - મેં ભૂત કે ભાવિ જન્મરૂપ પરલોક જોયેલ નથી. ક્યારેક વિષયની અભિરતિથી આમ કહે છે - આ ચક્ષુદૃષ્ટ પ્રત્યક્ષ નિર્દેશે છે - જેમાં રમણ કરાય તે રતિ - સ્પર્શનાદિ સંભોગજનિત ચિત્ત પ્રહ્લાદ છે. અહીં એવું છે કે - કેમ દૃષ્ટનો પરિત્યાગ અને અદૃષ્ટ પરિકલ્પનાથી આત્માને વિપ્રલાપ કરાવવો. ફરી તેના આશયને જ જાણવતા કહે છે –
હસ્તગત - હાથમાં આવેલ, આ ઉપમા છે. તેથી હસ્તાગતની માફક એટલે સ્વાધીનતાથી, આ કોણ છે? આ પ્રત્યક્ષ પ્રાપ્ત કામો - શબ્દ આદિ, કદાચિત્‌ આગામી પણ આવા પ્રકારના જ હોય છે, તેથી કહે છે - કાળમાં સંભવે તે કાલિક - અનિશ્ચિત કાલાંતર પ્રાપ્ત જે ભાવિજન્ય સંબંધી છે તે. કોણ જાણે છે? કોઈ નહીં કે પરલોક છે કે નહીં? અહીં આશય આ છે - પરલોકના સુકૃતાદિ કર્મોના કે અસ્તિત્વ નિશ્ચયમાં પણ કોણ એવો હોય કે - જે હાથમાં આવેલ કામોને છોડીને, કાલિક કામાર્થે યત્ન કરે? તત્ત્વથી તો પરલોકનો નિશ્ચય જ નથી, અનુમાનથી - X - X - તેના અસ્તિત્વનો નિશ્ચય નથી, પણ સંદેહ જ છે. પરંતુ આ પ્રમાણે વિચારતો નથી કે - પ્રાપ્ત કામો દુરંતપણાથી ત્યાગ કરવાને યોગ્ય જ છે. તેનું દુરંતત્વ શલ્ય, વિષ આદિ ઉદાહરણોથી પ્રતીત જ છે. - X - X - પરલોકના સંદેહને જણાવવા છતાં, તે પાપના પરિહારના ઉપદેશ પ્રતિ બાધક નથી. પાપાનુષ્ઠાનને અહીં જ ચોર-પારદારિકાદિમાં મહાઅનર્થ હેતુપણાથી દર્શાવેલ છે. પરલોક નથી એવા નિશ્ચયમાં પણ તેના અનર્થ હેતુપણાથી તેને પરિહરવું ઉચિત છે, જેને પરલોકના અસ્તિત્વ પ્રતિ સંદેહ નથી - X - X - તેને તો આ સ્વીકાર્ય જ હોય. - X - X - જે કામોને પરિહરવાને સમર્થ ન હોય, તે કહે છે –

Linked texts (2)