Uttarajjhayana 427
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 427
- Language
- Gujarati
427
વિવેચન–૧૪૨, ૧૪૩
જેમ શકટ - જેના વડે ધાન્યાદિ વહન કરવા શક્ય છે તે, તેના વડે ચરનાર તે શાકટિક - ગાડાં વાળો, જાણવા છતાં ખાડા-ટેકરા રહિત સ્થાનને છોડીને, મહાન એવા માર્ગે - ઉપલાદિથી સંકુલ હોય તો પણ જાય, ત્યાં જતાં અક્ષ - ધૂરીનો વિનાશ થાય ત્યારે વિચારે છે કે ‘મારા જ્ઞાનને ધિક્કાર છે’ જે જાણવા છતાં આવા દુઃખો પામ્યો. તેનો ઉપનય કહે છે –
તે ગાડાવાળાની માફક ક્ષાંતિ આદિ યતિકર્મ કે સદાચારને છોડીને, ધર્મરહિત કે ધર્મપ્રતિપક્ષ એવા અધર્મ-હિંસાદિને સ્વીકારીને બાલ-અભિહિત રૂપવાળો મૃત્યુના મુખમાં જઈને ભાંગેલી ધુરીની જેમ શોક કરે છે - પોતાના કર્મોથી અહીં જ મારણાંતિક વેદનારૂપ ફળને અનુભવતા આત્મામાં શોક કરે છે કે મેં જાણવા છતાં આવા અનુષ્ઠાન કેમ કર્યા? ત્યારપછી તે શું કરે? તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati