Uttarajjhayana 435
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 435
- Language
- Gujarati
435
વિવેચન–૧૪૭
બધાં જ ભિક્ષુઓને - પરદત્તજીવી વ્રતીઓને આ પંડિત મરણ પ્રાપ્ત થતું નથી. પરંતુ કેટલાંક જ પરોપચિત પ્રત્યાનુભાવવાળા ભાવ-ભિક્ષુને પ્રાપ્ત થાય છે. ગૃહસ્થોને તો તે દૂરાપ જ છે. તેથી કહ્યું કે આ પંડિત મરણ બધાં જ ગૃહસ્થોને કે ચારિત્રીને સંભવ નથી. - X - X - અનેકવિધ વ્રત સ્વભાવ જેમનો છે, તેવા ગૃહસ્થો, તેમને જ એકરૂપ શીલ હોતું નથી, પણ અનેક ભંગના સંભવથી અનેકવિધ હોય છે. કેમકે તેમને, દેશવિરતિ રૂપ અનેક પ્રકારે સંભવે છે. પણ સર્વ વિરતિ સંભવતી નથી.
વળી અતિ દુર્લક્ષપણાથી વિસદૃશ શીલ જેમનું છે તેવા ભિક્ષુ બધાં જ અનિદાનિન, અવિકલ ચારિત્રી એવા જિનમત પ્રતિપન્ન કંઈ તત્કાળ મરતા નથી. તીર્થાન્તરીય પણ દૂરોત્સારિત જ હોય છે. તેવો પણ ગૃહસ્થવત્ વિવિધ શીલવાળા જ હોય છે. - X - X - ભિક્ષુઓ પણ અત્યંત વિષમ શીલવાળા હોય. તેથી તેમાં કેટલાંકને પાંચ યમનિયમ રૂપ વ્રતો કહ્યાં છે, બાકીના તો કંદ, મૂલ, ફળ ખાનારા જ છે. બીજાને આત્મ તત્ત્વ પરિજ્ઞાન જ હોય છે. ઈત્યાદિથી તેમને પંડિત-મરણનો અભાવ હોય છે. હવે ભિક્ષુની વિષમશીલતા કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati