Uttarajjhayana 437
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 437
- Language
- Gujarati
437
વિવેચન–૧૪૮
કોઈ કુપ્રાવચની ભિક્ષુ કરતાં ગૃહસ્થો - દેશવિરતિ રૂપ સંયમથી પ્રધાન હોય છે - X - X - પરંતુ અનુમતિ વર્જિત બાકી સર્વોત્તમ દેશ-વિરતિ પ્રાપ્ત કરેલી છતાં સાધુઓ તે ગૃહસ્થોથી વધુ સંયમી છે. કેમક તેમને પરિપૂર્ણ સંયમ છે. તેથી વૃદ્ધ સંપ્રદાય કહે છે - એક શ્રાવક, સાધુને પૂછે છે કે - શ્રાવક અને સાધુમાં શું અંતર છે? સાધુએ કહ્યું - સરસવ અને મેરુ જેટલું. તેથી વ્યાકુળ થઈને તે ફરી પૂછે છે - કુલિંગી અને શ્રાવકોમાં કેટલું અંતર છે? તે પણ સરસવ અને મેરુ જેટલું છે. તેનાથી સમ્યક્ આશ્વાસિત થયો. - X - આના વડે તેમનો ચારિત્ર અભાવ દર્શાવીને પંડિત મરણના અભાવનું સમર્થન કર્યું છે. (શંકા) કુપ્રાવચની ભિક્ષુ પણ વિચિત્ર વેશધારી છે. તેનાથી ગૃહસ્થો વધુ સંયમી કેમ? તે કહે છે–
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati