Pramāṇa · Search · About · API

Uttarajjhayana 439

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 439

Language
Gujarati

439

વિવેચન–૧૪૯
ચીર - વસ્ત્રો, અજિન - મૃગચર્મ આદિ, નગ્નતા, જટાપણું, સંઘાટી - વસ્ત્ર સંહિત જનિન, મુંડી - શિખા પણ સ્વસિદ્ધાંતથી છેદેલ હોય. તેથી મુંડિત્વ, એ પ્રમાણે સ્વ-સ્વ પ્રક્રિયા વિરચીત વ્રતી-વેષ-રૂપો. ગૃહસ્થો પાસે શું છે? આ બધું દુષ્કૃત કર્મવાળાને ભવથી રક્ષણ ન આપે. કેવા સ્વરૂપનું આ? દુરાચાર કે પ્રવ્રજ્યા પર્યાય પ્રાપ્ત. અથવા દુષ્ટશીલ રૂપ પર્યાયથી આવેલ, પણ કષાય કલુષ ચિત્તથી બાહ્ય બગલા વૃત્તિ કષ્ટ હેતુ પણ નારકાદિ કુગતિ નિવારવા પૂરતા નથી. માત્ર વેશ ધારણાદિથી વિશિષ્ટ હેતુ સરતો નથી. ગૃહાદિનો અભાવ છતાં તેમની દુર્ગતિ કેમ કહી?

Linked texts (2)