Pramāṇa · Search · About · API

Uttarajjhayana 441

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 441

Language
Gujarati

441

વિવેચન–૧૫૦
પિંડ - ઘેર-ઘેરથી લાવીને એકઠું કરેલ, તેને સેવનાર. જે સ્વયં આહારના અભાવથી પરદત્ત ઉપજીવી છે તે પણ. જો પૂર્વવત્‌ દુઃશીલ હોય, પોતાના કર્મોથી ઉપસ્થાપિત થઈને સીમંતકથી મૂકાતા નથી. અહીં તેવા પ્રકારના દ્રમકનું દૃષ્ટાંત છે – રાજગૃહીમાં એક પિંડાવલગ ઉદ્યાનિકામાં રહેલાં લોકો પાસેથી ભિક્ષા લેતો. તેને કોઈએ કંઈ ન આપ્યું. તેણે નજીકના પર્વતે ચડીને મોટી શિલાને હલાવી, આ બધાંની ઉપર હું નાંખું, એમ રોદ્રધ્યાયી થઈ, શિલા છૂટી જતાં તેની નીચે તેની જ કાયા ચૂર્ણ થઈ જતાં, મરીને નરકે ગયો. - X - X - ભિક્ષા વડે યતિ કહ્યો. ઘેર રહે તે ગૃહસ્થ. નિરતિચારપણાથી અને સમ્યક્‌ ભાવાનુગતથી વ્રતના પરિપાલનથી તે સુવ્રતી દેવલોકમાં જાય છે. મુખ્યતા એ મુક્તિનો હેતુ છતાં વ્રતના પરિપાલનથી જઘન્યથી સ્વર્ગમાં જાય તેવું જણાવે છે. - X - આના વડે વ્રત પરિપાલનના જ તત્ત્વથી સુગતિનો હેતુ કહેલ છે. વ્રતના યોગથી ગૃહસ્થ પણ દેવલોકમાં જાય. તે બતાવે છે.

Linked texts (2)