Uttarajjhayana 461
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 461
- Language
- Gujarati
461
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૩૬ + વિવેચન [૬/નિર્યુક્તિ-૨૩૬ + વિવેચન]
અહીં નામમહત્ અને સ્થાપનામહત્ ગૌણ છે. દ્રવ્યમહત્માં આગમથી જ્ઞાતા પણ તેમાં અનુપયુક્ત. નોઆગમથી જ્ઞશરીર, ભવ્યશરીર, તદ્વ્યતિરિક્ત, દ્રવ્યમહત્ તે અચિત મહાસ્કંધ દંડાદિકરણથી. ક્ષેત્રમહત્ લોકાલોકવ્યાપી આકાશ, કાલ મહત્ અનાગતકાળ, પ્રધાનમહત્ ત્રણ ભેદે - સચિત્ત, અચિત્ત, મિશ્ર. તેમાં સચિત્ત પણ દ્વિપદ, ચતુષ્પદ, અપદ એ ત્રણ ભેદે છે. અચિત્તમાં ચિંતામણિ. મિશ્ર - રાજ્યાભિષેકાદિ અલંકૃત તીર્થંકર, પ્રતિમહત્ તે બીજાની અપેક્ષાથી મહત્ કહેવાય છે. જેમ સરસવથી ચણો મોટો છે. ભાવમહત્ તે ક્ષાયિક ભાવ, આદિ - X - X - આ નામાદિ મહત્નો વિપક્ષ તે ક્ષુલ્લક કહેવાય. તેમાં પણ દ્રવ્યથી પરમાણુ, ક્ષેત્રથી આકાશપ્રદેશ, કાળથી સમય, પ્રાધાન્યથી સચિત્તાદિ - X - પ્રતિ ક્ષુલ્લક, બોરથી ચણો નાનો વગેરે. ભાવથી - X - ઔપશમિક સૌથી થોડાં. હવે નિર્ગ્રન્થ નિક્ષેપ કહે છે –