Pramāṇa · Search · About · API

Uttarajjhayana 463

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 463

Language
Gujarati

463

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૩૮ + વિવેચન [૬/નિર્યુક્તિ-૨૩૮ + વિવેચન]
જ્ઞશરીર નિર્ગ્રન્થ, ભવ્યશરીર નિર્ગ્રન્થ આદિ - X - પૂર્વવત્‌ કહેવા. તેનાથી વ્યતિરિક્ત તે નિહ્નવાદિ, પાર્શ્વસ્થાદિ જાણવા. ભાવનિર્ગ્રન્થ પણ આગમથી અને નોઆગમથી છે. નોઆગમથી નિર્યુક્તિકાર પોતે જ કહે છે – ભાવ નિર્ગ્રન્થના પાંચ ભેદો છે. તેનું સ્વરૂપ વૃદ્ધ સંપ્રદાયથી જાણવું. તે આ છે - પુલાક, બકુશ, કુશીલ, નિર્ગ્રન્થ અને સ્નાતક. પુલાક પાંચ ભેદે - આસેવના પ્રતિ, (૧) જ્ઞાનપુલાક, (૨) દર્શન પુલાક, (૩) ચારિત્ર પુલાક, (૪) લિંગ પુલાક, (૫) યથાસૂક્ષ્મ પુલાક. પુલાક એટલે અસાર. જે જ્ઞાન, દર્શન, ચારિત્રમાં નિસ્સારત્વને પામે છે તે પુલાક વેશથી અસાર તે લિંગપુલાક યથાસૂક્ષ્મ - જે આ પાંચેમાં થોડી-થોડી વિરાધના કરે છે.
લબ્ધિ પુલાક, જેને દેવેન્દ્ર સદૃશ ઋદ્ધિ છે. તે કાર્ય ઉત્પન્ન થાય ત્યારે ચક્રવર્તીને પણ બલ અને વાહન સહિત ચૂર્ણ કરવામાં સમર્થ છે. બકુશ - શરીર, ઉપકરણ વિભૂષાનુવર્તી છેદ શબલ ચારિત્ર યુક્ત. તે પાંચ ભેદે છે - આભોગ બકુશ, અનાભોગ બકુશ, સંવૃત્ત બકુશ, અસંવૃત્ત બકુશ ને યથાસૂક્ષ્મ બકુશ. આભોગ - જે જાણતાં કરે, અનાભોગ - અજાણતા કરે, સંવૃત્ત - મૂલ ગુણાદિમાં, અસંવૃત્ત - તેમાં જ યથાસૂક્ષ્મ - આંખથી ચીંપડા કે શરીરથી ધૂળને દૂર કરે.
કુશીલ બે ભેદે છે - પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ. જ્ઞાનાદિ પાંચેમાં કુત્સિત શીલવાળો તે કુશીલ. સમ્યગ્‌ આરાધનાથી વિપરીત તે પ્રતિસેવના તે જ્ઞાનાદિ પાંચેમાં હોય. કષાયકુશીલ તે જ્ઞાનાદિ પાંચેમાં કષાયોથી વિરાધના કરે છે તે. નિર્ગ્રન્થ - અભ્યંતર અને બાહ્ય ગ્રંથીથી નિર્ગત, તે - તે ઉપશાંત કષાયી કે ક્ષીણકષાયી. તે પાંચ ભેદે છે - પ્રથમ સમય નિર્ગ્રન્થ, અપ્રથમ સમય નિર્ગ્રન્થ. અથવા ચરમ સમય નિર્ગ્રન્થ, અચરમ સમય નિર્ગ્રન્થ અને યથાસૂક્ષ્મ નિર્ગ્રન્થ. અંતર્મુહૂર્ત્ત નિર્ગ્રન્થ કાળસમય રાશિમાં પહેલાં સમયમાં વર્તતાને પ્રથમ સમય નિર્ગ્રન્થ. બાકીના સમયમાં વર્તતો તે અપ્રથમ સમય નિર્ગ્રન્થ. એ જ રીતે અંતિમ સમયમાં તે ચરમ, આદિ અને મધ્યમાં તે અચરમ, યથાસૂક્ષ્મ - આ બધામાં વર્તતા.
મોહનીય આદિ ઘાતી ચાર કર્મના અપગમથી સ્નાતક કહેવાય. તે પાંચ ભેદે છે - (૧) અચ્છવિ - અવ્યથક, (૨) અશબલ - એકાંત શુદ્ધ, (૩) અકર્માંશ - જેમાંથી કર્માંશ ચાલી ગયેલ છે તે, (૪) સંશુદ્ધ જ્ઞાન-દર્શનમાં ધારણ કરે છે તે સંશુદ્ધ જ્ઞાનદર્શન ધર. (૫) અરહંત જિન કેવલી - પૂજાને યોગ્ય તે અરહ, જેને રહસ્ય વિદ્યમાન નથી તે અરહા - કષાય જિતવાથી જિન. આ પાંચ ભેદે સ્નાતક કહેલાં છે.

Linked texts (1)