Pramāṇa · Search · About · API

Uttarajjhayana 464

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 464

Language
Gujarati

464

‘ઉત્તરાધ્યયન’ ભાષ્ય–૩ થી ૧૬ + વિવેચન [૬/ભાષ્ય-૩ થી ૧૬ + વિવેચન]
પુલાક, બકુશ, કુશીલ, નિર્ગ્રન્થ અને સ્નાતક એ પાંચ ભેદો કહ્યા છે. તેમાં પુલાક બે ભેદે છે - લબ્ધિપુલાક અને આસેવનપુલાક. લબ્ધિ પુલાક સંઘાદિ કાર્યમાં લબ્ધિ વિકુર્વે.
આસેવન પુલાક પાંચ ભેદે છે - જ્ઞાન, દર્શન, ચારિત્ર, લિંગ અને યથાસૂક્ષ્મ. જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિરાધનાથી અસાર કરે, લિંગપુલાક તે નિષ્કારણ વેશને કરે અને મનથી અકલ્પિતાદિને સેવે તે યથાસૂક્ષ્મ. બાકુશિકને શરીર અને ઉપકરણ બે ભેદથી જાણવા. ઈત્યાદિ નિર્યુક્તિ-૨૩૮-ની વ્યાખ્યા મુજબ જાણવું.
તેમને સંયમ, શ્રુત, પ્રતિસેવના, તીર્થ, લિંગ, લેશ્યા, ઉપપાત સ્થાનના વિકલ્પથી સાધવા. આ પુલાક આદિ પાંચ નિર્ગ્રન્થ વિશેષ છે તે સંયમાદિ અનુગમ વિકલ્પો વડે સાધિત થાય છે. તેમાં સંયમમાં પુલાક, બકુશ, કુશીલ એ ત્રણે પણ સામાયિક અને છેદોપસ્થાપનીયમાં છે. કષાય કુશીલો પરિહાર વિશુદ્ધિ અને સૂક્ષ્મ સંપરાયમાં આવે. પ્રજ્ઞપ્તિમાં કહે છે – કષાયકુશીલની પૃચ્છા - સામાયિક સંયમમાં હોય યાવત્‌ સૂક્ષ્મ સંપરાય સંયમમાં હોય. પણ યથાખ્યાત સંયમમાં ન હોય. નિર્ગ્રન્થ અને સ્નાતક બંને યથાખ્યાતમાં હોય.
પુલાક,બકુશ,પ્રતિસેવનાકુશીલ ઉત્કૃષ્ટથી અભિન્ન દશ પૂર્વધર હોય, કષાયકુશીલ અને નિર્ગ્રન્થ ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વધર હોય. જઘન્યથી પુલાકને નવમાં પૂર્વમાં શ્રુત આચાર વસ્તુ હોય અને બકુશ, કુશીલ, નિર્ગ્રન્થને આઠ પ્રવચન માતા જેટલું શ્રુત હોય. જ્યારે કેવલી સ્નાતક શ્રુતથી અપગત હોય છે. પ્રજ્ઞપ્તિનો અભિપ્રાય આ છે –
ભગવન્‌! પુલાક કેટલું શ્રુત ભણે? ગૌતમ! જઘન્યથી નવમાં પૂર્વની ત્રીજી આચાર વસ્તુ. ઉત્કૃષ્ટથી નવ પૂર્વ. હવે પ્રતિસેવના - પાંચ મૂલગુણ અને છઠ્ઠું રાત્રિભોજન. તેમાં પરાભિયોગાદિ કારણે અન્યમતને સેવતા પુલાક થાય છે. કોઈ મૈથુન સેવનથી કહે છે. પ્રજ્ઞપ્તિમાં કહે છે – મૂલગુણમાં પાંચ આશ્રવમાં કોઈને સેવે અને ઉત્તરગુણમાં દશવિધ પ્રત્યાખ્યાનમાં કોઈ અન્યતરને સેવે.
બકુશ બે ભેદે - (૧) ઉપકરણથી, આસક્તિ વડે વિવિધ વિચિત્ર મૂલ્યવાન ઉપકરણના પરિગ્રહવાળો હોય. નિત્ય વિશેષ ઉપકરણની કાંક્ષાથી યુક્ત હોય તે. (૨) શરીર બકુશ - શરીરની આસક્તિથી વિભૂષા કરનારો. પ્રતિસેવના કુશીલ. મૂળગુણોની વિરાધના ન કરતો ઉત્તરગુણમાં કંઈક વિરાધનાનું સેવન કરે. - X - કષાયકુશીલ, નિર્ગ્રન્થ, સ્નાતકોને પ્રતિસેવના હોતી નથી.
તીર્થ - બધાં તીર્થંકરોના તીર્થમાં હોય છે. કોઈ આચાર્ય માને છે કે - પુલાક, બકુશ, પ્રતિસેવના કુશીલો તીર્થમાં નિત્ય હોય છે. બાકીના તીર્થ કે અતીર્થમાં હોય. લિંગના બે ભેદ - દ્રવ્યલિંગ અને ભાવલિંગ. ભાવલિંગથી બધાં નિર્ગ્રન્થ લિંગમાં હોય છે. દ્રવ્યલિંગને આશ્રીને ભજના જાણવી. લેશ્યા - પુલાકને પાછલી ત્રણ લેશ્યા જાણવી. બકુશ અને પ્રતિસેવના કુશીલને બધી જાણવી. કષાય કુશીલને પરિહાર વિશુદ્ધિથી ત્રણે ઉત્તર લેશ્યા હોય. સૂક્ષ્મ સંપરાયના નિર્ગ્રન્થ અને સ્નાતકને માત્ર શુક્લ લેશ્યા હોય છે. અયોગી અલેશ્યી હોય.
ઉપપાત - પુલાકને ઉત્કૃષ્ટ સ્થિક સહસ્રાર દેવમાં હોય. બકુશ અને પ્રતિસેવના કુશીલને અચ્યુત કલ્પમાં બાવીશ સાગરોપમ સ્થિતિમાં. કષાયકુશીલ અને નિર્ગ્રન્થને સર્વાર્થસિદ્ધમાં તેંત્રીશ સાગરોપમ સ્થિતિમાં ઉત્પાત હોય. જઘન્યથી સૌધર્મમાં પલ્યોપમ પૃથક્ત્વ સ્થિતિ કહી. સ્નાતકને નિર્વાણ હોય.
સ્થાન - અસંખ્યાત સંયમ સ્થાનો કષાય નિમિત્તે થાય છે. તેમાં સર્વ જઘન્ય સંયમ લબ્ધિસ્થાનો પુલાક અને કષાય કુશીલને હોય. તે બંને અસંખ્યાત સ્થાને જઈને પછી પુલાક વિચ્છેદ પામે. પછી કષાયકુશીલ ત્યાંથી અસંખ્યાત સ્થાને એકાકી જાય છે. ઈત્યાદિ - X - X - વિશેષ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિથી જાણવું.

Linked texts (1)