Pramāṇa · Search · About · API

Uttarajjhayana 465

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 465

Language
Gujarati

465

‘ઉત્તરાધ્યયન’ ભાષ્ય–૧૭ થી ૩૦ + વિવેચન [૬/ભાષ્ય-૧૭ થી ૩૦ + વિવેચન]
સંયમ, શ્રુત પ્રતિસેવના, તીર્થ, લિંગ, લેશ્યા, ઉપપાત, સ્થાન પ્રતિ વિશેષ પુલાક આદિને યોજવા. (જેમ કે) પુલાક, બકુશ, કુશીલ ત્રણે સામાયિક અને છેદોપસ્થાપનીય સંયમમાં હોય છે. કષાય કુશીલ પરિહાર વિશુદ્ધિ અને સૂક્ષ્મ સંપરાયમાં હોય છે, ઈત્યાદિ - X - X - X - X - X - X - (પ્રાયઃ બધું અનંતરોક્ત વૃત્તિ જેવું જ છે. તેથી અમે અનુવાદને માટે પુરુષાર્થ કરેલ નથી.)
વૃત્તિકારશ્રી અહીં કેટલીક બાબતે પ્રકાશ પાડે છે, તે આ છે –
અહીં જે પુલાકાદિને મૂલ-ઉત્તરગુણના વિરાધકત્વ છતાં જે નિર્ગ્રન્થત્વ કહ્યું, તે જઘન્ય - જઘન્યતર, ઉત્કૃષ્ટ - ઉત્કૃષ્ટતર આદિ ભેદથી સંયમ સ્થાનોથી અસંખ્યાતથી અને તદ્‌રૂપપણાથી ચારિત્ર પરિણતિ વડે ભાવવું. આમના સંયમીત્વમાં પણ છ લેશ્યાના કથનમાં આદ્યની ભાવ પરાવૃત્તિ અપેક્ષાથી કહેલ છે. - X - આના વડે બાહ્ય-અભ્યંતરહેતુક નિર્ગ્રન્થ ભેદો કહ્યા. હવે અંતર સંયમ સ્થાન નિબંધન, તેના ભેદોને કહે છે–

Linked texts (1)