Pramāṇa · Search · About · API

Uttarajjhayana 470

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 470

Language
Gujarati

470

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૪૩ + વિવેચન [૬/નિર્યુક્તિ-૨૪૩ + વિવેચન]
સાવદ્ય - અવદ્ય અર્થાત્‌ પાપની સાથે વર્તે તે, આવા સાવદ્યગ્રંથથી મુક્ત. આના વડે રજોહરણ, મુખવસ્ત્રિકા, વર્ષાકલા આદિ દશવિધ બાહ્ય ગ્રંથના અંતર્ગતત્વ છતાં પણ ધર્મોપકરણત્વથી અનવદ્યતાથી અમુક્તને પણ નિર્ગ્રન્થત્વ કહેલ છે. એ પ્રમાણે કોઈને વ્યામોહ ન થાય કે બાહ્ય જ સાવદ્ય ગ્રંથથી મુક્ત, તેથી કહે છે – આભ્યંતર બાહ્ય ગ્રન્થ વડે, માત્ર બાહ્યથી જ મુક્ત નહીં. આ અનંતરોક્ત નિર્યુક્તિ - નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. કોની? તે કહે છે – ક્ષુલ્લક નિર્ગ્રન્થ નામક સૂત્રની.
હવે સૂત્રાનુગમમાં સૂત્ર કહેવું જોઈએ, તેનો આ અભિસંબંધ છે. અનંતર અધ્યયન સૂત્રમાં મુનિ સકામ મરણે મરે છે, તેમ કહ્યું. તે માનવાથી મુનિ - જ્ઞાની જ. જે અજ્ઞાની છે, તે શું છે? તે કહે છે –

Linked texts (1)